મહીસાગરઃ રાજય વ્યાપી ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાના વિરપુર તાલુકાના હાંડિયા ગામે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠક અને લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશ સેવકના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાયર્ક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મહીસાગર જિલ્લાના 5 તાલુકાના 65 ગામમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરાવતાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠકે જણાવ્યું હતું કે, ડિજિટલ ક્રાંતિ થકી સુરાજયની સંકલ્પના સાકાર થઇ રહી છે.
મહીસાગર જિલ્લાના જે 5 તાલુકાઓના 65 ગામોમાં આ ડિજિટલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમાં ખાનપુર તાલુકાની 10, કડાણા તાલુકાની 8, સંતરામપુર 15, બાલાસિનોર તાલુકાની 20 અને વિરપુર તાલુકાની 12 ગ્રામ પંચાયતો સામેલ છે.
આ ડિજિટલ સેવા સેતુ શરૂ થવાથી નાગરિકોને ગ્રામ પંચાયતમાં જ રેશનકાર્ડમાં નામ ઉમેરવા, રેશનકાર્ડ માંથી નામ કાઢવું, રેશનકાર્ડમાં સુધારો, નવુ રેશનકાર્ડ, વિધવા સર્ટિફિકેટ, ટેમ્પરરી રેસિડેન્સ સર્ટિફિકેટ, આવકનો દાખલો, આવકનો દાખલો વગેરે સેવા ઘર આંગણે મળી રહેશે.
આ પ્રસંગે મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા ખાંટ, કલેક્ટર આર.બી.બારડ, સરપંચ જીજ્ઞાસ બારોટ, અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.