મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ભરતભાઈ શાહ જુના જમાનાનાં ગાંધીજીના ફોટાઓ, ટીકીટો, અને ફસ્ટ ડે કવરનું કલેક્શન કરવાનો શોખ ધરાવે છે. તેઓને આ શોખ વારસામાં મળ્યો છે. તેમની પાસે ગાંધીજીના દુર્લભ ફોટાઓ, ટીકીટો અને સિક્કા ઉપલબ્ધ છે. આ ઉપરાંત તેમણે ગાંધીજીના જુના પુસ્તકોનું કલેક્શન કરવાનો શોખ રહ્યો છે.
ભરતભાઈએ જણાવ્યું કે, 'આ તમામ દુર્લભ વસ્તુઓની ખરીદી હું અમદાવાદ અને મુંબઈથી કરેલી છે. મારા આગવા શોખના કારણે હું અવાર નવાર એક્ઝિબિશન થતા હોય ત્યાંથી ગાંધીજીની ટિકિટો, ફોટાઓ તેમજ તેમના સમયની જૂની પેંટિંગ કરેલા ચિત્રો, સિક્કા, નોટો, વગેરે ખરીદી લેતો હતો'.