ETV Bharat / state

લુણાવાડામાં કોરોના સંદર્ભે નિયમોનું પાલન ન કરનારા પાસેથી દંડની વસૂલાત કરાઈ

મહીસાગરના લુણાવાડામાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં રહે તે માટે પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે. તે સંદર્ભના નિયમોનું પાલન અંગે ચેકિંગ તથા નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી દંડ રૂપિયા 7300ની વસૂલાત કરવામાં આવી હતી.

author img

By

Published : Jun 10, 2020, 7:40 PM IST

લુણાવાડામાં કોરોના સંદર્ભે નિયમોનું પાલન ન કરનારા પાસેથી રૂપિયા 7300 ના દંડની વસૂલાત કરાઈ

મહીસાગરઃ ગુજરાત સરકાર દ્વારા અનલૉક-1માં કોરોના સંદર્ભેની પુરતી તકેદારી રાખી કોરોના વૈશ્વિક મહામારીના કડક નિયમોનું પાલન કરી સરકારની ગાઇડ લાઇનને અનુસરીને બજારો ખોલવા છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સામાજિક અંતર જાળવવા સાથે ફરજિયાત માસ્કનો ઉપયોગ અને ભીડભાડ એકઠી ન થાય તેની વિશેષ કાળજી લેવા જણાવ્યું છે.

તે સંદર્ભે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં રહે તે માટે પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે. તે અનુસંધાને કોરોના સંદર્ભના નિયમોનું પાલન થાય છે કે નહીં તેનું મોનિટરિંગ કરવા માટે લુણાવાડા મામલતદાર સાથે નગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમ દ્વારા લુણાવાડા નગરમાં કોરોના સંદર્ભના નિયમોનુ પાલન અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું.

તેમાં સોશિયલ ડિસ્ટસીંગ તેમજ માસ્ક પહેર્યા વગરના નાગરિકો તેમજ વેપારીઓને કોરોનાના નિયમોની સમજણ આપી નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી દંડ રૂપિયા 7300ની વસૂલાત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.