લુણાવાડા : ભારત સરકારના આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્રારા દર વર્ષે તારીખ 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે કોરોના મહામારીના કારણે YOGA AT HOME,YOGA WITH FAMILYનો કોન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે.
જેમાં આપણે સૌએ ઘરેથી જ 21 જૂનના રોજ સવારના ડી.ડી.ગીરનાર પરથી 7:00 વાગ્યે મુખ્યપ્રધાનના પ્રવચન બાદ યોગા પ્રોટોકોલ પ્રમાણે યોગાભ્યાસ કરવાનો રહેશે.
વડાપ્રધાનના તારીખ 31 મે ના રોજા “મન કી બાત” કાર્યક્રમમાં જણાવ્યા મુજબ “MY LIFE MY YOGA” વિષય ઉપર વીડિયો બ્લોગીંગ કન્ટેસ્ટ જાહેર કરી તેમાં દરેકને ભાગ લેવા જણાવ્યું હતું. જે અંર્તગત ભાગ લેનારે 3 મિનિટના સમયગાળામાં 3 યોગ ક્રિયાઓ સાથેનો SHORT VIDEO MESSAGE બનાવી અપલોડ કરવા અપીલ કરવામાં આવી હતી. જે માટેની એન્ટ્રીઓ આયુષ મંત્રાલયની વેબ સાઈટ https : // yoga.aayush gov.in/yoga ઉપર તથા અન્ય બે ચેનલ (1) The MyGov Platform અને (2) http://mylifemyoga2020.com પર પણ કરી શકાશે તેમ જણાવ્યું હતું.
વિજેતાને રૂપિયા 25,000 થી રૂપિયા 1,00,000 ની વિવિધ શ્રેણીમાં ઇનામ જાહેર કરવામાં આવ્યા છે.
ત્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણીના સંદર્ભે મહીસાગર જિલ્લાના નાગરિકોને કોરાના વાઇરસને હરાવવા જિલ્લાના નાગરિકોને પરિવાર સાથે પોતાના ઘરે જ સવારે 7:00 કલાકે યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાવવાની સાથે સાથે કલેક્ટરે દરેક નાગરિકોને પોતાના ઘરેથી પરિવાર સાથે યોગની ક્રિયા સાથેનો પોતાનો અને પરિવારનો ફોટો #DoYogaBeatCorona કરીને પોતાના અંગત સોશિયલ મીડિયાના પ્લેનટફોર્મ જેવાં કે ફેસબુક, ટવીટર, ઇન્ટાગ્રામ પર અપલોડ કરવા પણ અપીલ કરી છે.