મહીસાગરઃ વિશ્વમાં અને દેશમાં કોરોના વાઇરસની મહામારી ફેલાયેલી છે. ત્યારે આ મહામારીનું સંક્રમણ ન ફેલાય તેમજ શહેર ગામની સ્વચ્છતા જળવાઈ રહે તેમજ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી અને તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સજાગપણે સક્રિય રહીને અવિરત પોતાની કામગીરી કરી રહ્યું છે.
આ કામગીરીના ભાગરૂપે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરના અને નગરપાલિકાના કર્મયોગીઓ દ્વારા સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોની ફરસાણની કોલ્ડ ડ્રિંકની, જ્યૂસ પાર્લરની દુકાનો સહિત, આર.ઓ.સિસ્ટમથી પાણીના જગનું વિતરણ કરતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન દરેક દુકાનોની સ્વચ્છતા સહિતનું ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય છે કે, નહીં અને દુકાનદારે તેમજ તેના કર્મચારીએ માસ્ક, હેર કેપ, ગ્લોવઝ પહેરેલા છે કે તેની ચકાસણી કરી તેના ઉપયોગ વિશે તેમજ હેન્ડ સેનેટાઈઝર અંગેનું માર્ગદર્શન આપી ક્લોરિનેશનની પણ ચકાસણી કરી હતી.
લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું - Collector RB Bard
મહીસાગર જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સજાગપણે સક્રિય રહીને અવિરત પોતાની કામગીરી કરી રહ્યું છે.