ETV Bharat / state

મહીસાગરઃ વિરપુરમાં લગ્નની લાલચે 4 લાખ 98 હજારની છેતરપિંડી, ટોળકી ઝડપાઈ

મહીસાગર જિલ્લાના વિરપુર પોલીસ સ્ટેશનના સરાડીયા ગામના એક યુવકને લગ્નની લાલચ આપી રૂ.55,000 લઈ લગ્ન કરાવી આપી, તેમજ ખાટા ગામના એક યુવકના રૂ. 93,000 તથા બાર ગામના એક યુવકના રૂ. 3,50,000 લઈ વિશ્વાસઘાત કરી કુલ રૂ.4,98,000 ની છેતરપિંડી કરતી એક ટોળકી ઝડપાઈ છે. જેનો ભેદ વિરપુર પોલીસે ઉકેલ્યો છે.

Mahisagar
મહીસાગર
author img

By

Published : Aug 17, 2020, 10:40 AM IST

વિરપુર: પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજયમાં બનતા છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનાઓને નાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક ગોધરા રેન્જ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ તથા નાયબ પોલીસ અધિક્ષક લુણાવાડાના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં બનતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા વિરપુર પોલીસ સ્ટેશનના PSI પી.જે.પંડ્યા અને પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતા. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે વિરપુર તાલુકાના સરાડીયા ગામમાં બનેલ ગુન્હા અનુસંધાને ખાટા ગામમાં સદર ગુનો કરવાવાળી ટોળકી બોલેરો ગાડી લઈને આવી હતી.

આ માહિતીના આધારે ખાટા ગામે પોલીસની ટીમે રેડ કરતાં બોલેરો ગાડીમાં 6 જેટલા માણસો હતા. જેમની પૂછપરછ કરતા તથા તે દરમ્યાન ફરિયાદીએ ગાડીમાં બેઠેલ પૈકી એક ઇસમને ઓળખી બતાવતા પોતે પોતાનું નામ અલ્પેશ ઉર્ફે લાલો, અરવલ્લીનો હોવાનું જણાવ્યું હતું. જેમની મહીસાગર પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં તમામ સાતેય આરોપીઓ રાજસ્થાનના સીમલવાડાના હોવાનું જાણવા મળેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.