ખેડૂતો માટે આ વખતે કુદરતના કહેરના કારણે ખેતીમાં ખુબજ મોટું નુકસાન ભોગવાનો વારો આવ્યો છે. મહીસાગરજિલ્લામાં ચોમાસામાં જરુર કરતા વધારે વરસાદ ત્યારબાદ કમોસમી વરસાદ અને હવે મકાઈ ના ઉભા પાકમાં ચારટપકાં વાળી ઇયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. મહીસાગર જિલ્લામાં મકાઈના ઉભા પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતા મકાઈના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું હતું .અને જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અનેક ખેડૂતોએ મકાઈના ઉભા પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતા મકાઈનો ઉભો પાક પર ટ્રેકટર ફેરવી ઉભા પાકને નષ્ટ કરવાનો વારો આવ્યો છે.
મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતો સાથે ખેતરમાં ખેડૂતોને દવાનો છટકાવ કરવા સલાહ સુચન આપ્યા હતા.