લુણાવાડા: જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરીમાં ગોઠીબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર નાનીભુગેડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ રકતદાન કેમ્પમાં 62 જેટલા રકતદાતાઓએ રક્તદાન કરી કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યુ હતુ. તેમજ રકતદાન-મહાદાનના મંત્રને સાર્થક કર્યો હતો. આ રક્તદાન કેમ્પમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટેના સરકારની ગાઇડલાઇનના દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવ્યું હતું. કોઈપણ રક્તદાતાને કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે દરેક ડોનરને નવી બેડશીટ પાથરીને જ રક્તદાન કરાવવામાં આવ્યું હતું.
રક્તદાન કેમ્પમાં રકતદાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમની થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા. સાથે જ રકતદાન કરનાર દરેક રકતદાતાને રેડક્રોસ સોસાયટી પંચમહાલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.