લુણાવાડાઃ કોરોનાની મહામારી વચ્ચે જિલ્લાના કોઇપણ રોગીને લોહીની તંગીના કારણે નીરોગી થવામાં અવરોધ ન ઉભો થાય તે માટે લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં 51 જેટલા રક્તદાતાઓએ પોતાના લોહીનું દાન કરીને કોરોનાની લડતમાં અનેરૂ યોગદાન આપ્યું હતું.
કોરોના વાયઈસના સંક્રમણના ફેલાવાને અટકાવવા માટે સરકારી દિશાનિર્દેશ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું જણાવવામાં આવ્યુ છે. જેનું આ રક્તદાન કેમ્પમાં ખૂબ જ કાળજીપુર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું. તેમજ કોઇપણ રક્તદાતાને ચેપ ન લાગે તે માટે દરેક ડોનરને નવી બેડ સીટ પાથરીને જ રક્તદાન કરાવવામાં આવ્યું હતું.
રક્ત દાન એ શ્રેષ્ઠ દાન છે, અમૂલ્ય દાન છે. જે માટે કોરોનાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે આ મહામારી વચ્ચે રક્તદાન કેમ્પ ખૂબ જ જનઉપયોગી બન્યો રહ્યો હતો.
આ સમગ્ર કેમ્પનું ડૉ.કલ્પેશ સુથાર, ડૉ.મમતા અને ડૉ દક્ષેશ તેમજ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાની ટીમે સુચારૂ વ્યવસ્થાપન કરીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.બી.શાહના માર્ગદર્શન હેઠળ કેમ્પને સફળ બનાવ્યો હતો. વિશેષમાં જે.સી.આઈ લુણાવાડા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાને પલ્સઓક્સીમીટર દર્દીઓના લાભાર્થી ડો.વસંત જોષીના વરદ હસ્તે સુપ્રત કરવામાં આવેલા છે.