ETV Bharat / state

મહીસાગર પોલીસની ચાઇનીઝ દોરી પકડવા મોટી કાર્યવાહી, 21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત - મહીસાગર પોલીસની ચાઇનીઝ દોરી પકડવા મોટી કાર્યવાહી

બાલાસિનોર પોલીસને બાતમી મળી હતી કે બાલાસિનોર ખાતે આવેલી જી.આઈ.ડી.સી.ના ગોડાઉનમાં મોટી માત્રામાં ચાઈનીઝ દોરીનો જથ્થો આવેલ (Mahisagar police to catch Chinese dori )છે. અને જેની પોલીસે રેડ કરતા મોટી માત્રામાં ચાઈનીઝ દોરી પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. બાલાસિનોર જી.આઈ.ડી.સી ના ગોડાઉનમાં રેડ કરતા અધધ માત્રામાં અલગ અલગ બ્રાન્ડની ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો ( Chinese cord worth more than 21 lakhs was seized)છે.

Mahisagar police to catch Chinese dori
Mahisagar police to catch Chinese dori
author img

By

Published : Jan 10, 2023, 10:19 AM IST

બાલાસિનોર: મકર સંક્રાંતિનો તહેવાર નજીક હોવાથી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો(Mahisagar police to catch Chinese dori છે. જોકે આમ છતાં પણ બજારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી પકડવાની ઝુંબેશ હાથ ધરી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા અને સુરતમાં ચાઈનીઝ દોરીથી 1-1 વ્યક્તિનાં મોત થયા હતા. ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ સામે મહીસાગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. 21 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો ( Chinese cord worth more than 21 lakhs was seized) છે.

રાજ્યમાં ઉતરાયણના તહેવારને લઈ તડામાર તૈયારી: આ દરમિયાન ગુજરાતમાં પોલીસે પણ આ તહેવારને લઈ સતર્ક જોવા મળી રહી છે. રાજ્યમાં ઠેર ઠેર પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને પકડી પાડવામાં આવી રહી છે. ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ સામે મહીસાગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાલાસિનોર પોલીસને બાતમીના આધારે મળી મોટી સફળતાં મળી છે. બાલાસિનોર ખાતે આવેલી GIDC ના ગોડાઉનમા રેડ કરતા 21 લાખથી વધુની ચાઇનીઝ દોરી ઝડપાઇ છે.

પોલીસે 12,542 નંગ ફીરકીઓ જપ્ત કરી: બાલાસિનોર GIDC ના ગોડાઉનમાં પોલીસે રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની ચાઈના દોરીનો જથ્થો મળી આવ્યો છે. અંદાજીત એક આઈસર ટેમ્પો અને છકડો ભરાય તેટલો ચાઈના દોરીનો જથ્થો મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. જિલ્લામાં આટલો બધો પ્રતિબંધિત અલગ અલગ બ્રાન્ડનો ચાઇનીઝ દોરીનો જથ્થો ક્યાંથી આવ્યો તે એક મોટો સવાલ ઊભો થયો છે. પોલીસે 12,542 નંગ ફીરકીઓ સહિત કુલ 21,28,180 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો.

બાલાસિનોર PI ના જણાવ્યા મુજબ: બાલાસિનોર પોલીસ સ્ટાફ ને બાતમી મળેલ કે બાલાસિનોર GIDC પ્લોટ નંબર C/1/46 માં આવેલ ગોડાઉનમાં ઈદરીશ ભાઈ ઈશાકભાઇ શેખ નાઓ ચાઇનીઝ દોરી મોટા પ્રમાણમા લાવી અને વેચાણ કરતાં લાવેલ જે બાબતની બાતમી મળેલ તે અનુસંધાને બાલાસિનોર પોલીસ સ્ટાફ સાથે અમે રેડ કરેલ તે દરમ્યાન કુલ ચાઇનીઝ દોરીની પેટીઓ 12,542 નંગ મળેલ છે. તેની કિંમત 21,28,180 નો મુદ્દામલ જપ્ત કરવામાં આવ્યો છે. તથા ઈદરીશ ભાઈ ઈશાકભાઇ શેખના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે તપાસ હાલમાં ચાલુ છે.
બાઇટ :- અંશુમન નીનામાં (PI બાલાસિનોર)

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.