મહીસાગર: જિલ્લાના વડામથક લુણાવાડામાં આવેલા કાલિકા માતાના ડુંગર પર આશરે પાંચસો વર્ષ જૂનું રજવાડા સમયનું પુરાણું સ્વયંભૂ કાલિકા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની આસપાસ ચારેય તરફ ડુંગરાળ વિસ્તારમાં જંગલ છે. આ વિસ્તારમાં ઘણી વખત સરિસૃપ જાનવર વિહરતા જોવા મળે છે.
હાલમાં મહીસાગર જિલ્લામાં સારો વરસાદ થયો છે. ત્યારે સરિસૃપ જાનવરો પોતાના દરમાંથી બહાર નીકળવા લાગ્યા છે. ત્યારે બે સરિસૃપ સર્પ મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડામાં આવેલા પ્રાચીન કાલિકા માતાના ડુંગર પર આવેલા કાલિકા માતાજીના મંદિર પાસે પ્રણયલીલા કરતાં જોવા મળ્યા હતા. જયારે મંદિરના દર્શનાર્થે આવેલા ભક્તો પણ સર્પની પ્રણયલીલા જોવા ઉમટ્યા હતા.
