મામલતદાર કચેરીના મહેસુલ વિભાગમાં ફરીયાદીના પિતાજીનું મકાન બાલાસિનોરની ગોકુલેશ કો.ઓ.હાઉ.સોસાયટીના નામે હોય જેમાં 7/12 માં તેમના પિતાજીનું નામ દાખલ કરાવવા ફરિયાદી નાયબ મામલતદાર ફાલ્ગુની બેનને મળ્યા હતા. તે દરમિયાન ફરિયાદીને જણાવ્યું હતું કે, હું તારું કામ કરીશ પણ રૂપિયા.2000/- થશે, તેમ કહી ફરીયાદી પાસે રૂ.2000/- ની લાંચની માંગણી કરી હતી. ત્યારે ફરિયાદીએ ACB નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે ACB મહીસાગર, પો.સ્ટે.લુણાવાડાની ટીમે છટકું ગોઠવતા લાંચની રકમ લેતા ફાલ્ગુનીબેન પરબતસિંહ રંગે હાથે ઝડપાઇ ગયા હતા. આ સમગ્ર મામલે ACB ટ્રેપીંગ અધિકારી આર.જી.ચૌધરી પોલીસ, ફાલ્ગુનીબેન પરબતસિંહ ઇન્સ્પેક્ટર, સુપરવિઝન અધિકારી પી.એમ.પરમાર મદદનીશ નિયામક, ACB વડોદરા એકમનાઓએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાલાસિનોરના નાયબ મામલતદાર ACBના હાથે લાંચ લેતા ઝડપાયા
મહિસાગરઃ જિલ્લાના બાલાસિનોર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ફાલ્ગુનીબેન પરબતસિંહ રાઓલ રૂપિયા રૂપિયા 2000ની લાંચ લેતા મહીસાગર ACBના હાથે ઝડપાયા હતા.