મહીસાગર: જિલ્લાના બાલાસિનોરના કંથરજી મુવાડા ગામના છેલ્લા 15 વર્ષોથી સર્વિસ રોડની માંગણી કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનો દ્વારા નેશનલ હાઇવે બંધ કરાતા હજારો વાહનચાલકો અટવાયા હતાં. આ ચક્કાજામની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી હાઇવેને ખુલ્લો કરાયો હતો.
ગામમાં સર્વિસ રોડ ન હોવાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલી પડી રહી છે. કંથરજીના મુવાડાથી ધારાનગર જવાનો માર્ગ જો નવો નહીં બનાવાય તો ગ્રામજનો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવાની વાત કરવામાં આવી રહી છે.
હાઇવે પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના લીધે અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે ગ્રામજનો કહી રહ્યાં છે કે, સરકાર અને એજન્સીને માત્ર ટોલ ઉઘરાવવામાં જ રસ છે. હાઇવે ઓથોરિટી આ બાબતે આંખ આડા કાન કરી રહી છે.