- બાલાસિનોર તાલુકામાં દિનપ્રતીદિન કોરોના વાયરસનો ફેલાવો વધુ થયો
- જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું
- ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્કને 31 મે સુધી બંધ રખાશે
મહીસાગર : બાલાસિનોર તાલુકામાં દિનપ્રતીદિન કોરોના વાયરસનો ફેલાવો વધુને વધુ થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વધતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા તેમજ વધુ માણસો ભેગા ન થાય તે હેતુથી બાલાસિનોર તાલુકામાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી અને બાલાસિનોર મામલતદાર દ્વારા 31મી મે સુધી બંધ રાખવામાં આવ્યુ છે.


આ પણ વાંચો : કોરોનાની ચેઇન તોડવા વિવિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા 15 દિવસના બંધનું એલાન કરાયું