મળતી માહિતી મુજબ, બાળકના જન્મ બાદ અચાનક રક્તસ્ત્રાવ શરૂ થઈ જતાં આકસ્મિક ઓપરેશનની પરિસ્થિતિ ઉભી થઇ હતી. તે સમયે જિલ્લા મુખ્ય અધિકારીની તાત્કાલિક મંજુરી લઇ 11 જેટલા બ્લડ યુનિટ અને FFP આપી આયુષ્યમાન યોજના અંતર્ગત ઓપરેશન થતાં માતા મરણ અટકાવી શકાયું છે.
સામાન્ય પરિસ્થિતિમાં જીવનનું ગુજરાન કરતાં સંતરામપુર તાલુકાના ઉન્ડવા ગામના ભૂરીબેનને આકસ્મિક ઓપરેશનની સ્થિતિ ઊભી થતાં આયુષ્માન યોજનાને પગલે નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું.