લુણાવાડાઃ મહિસાગર જિલ્લામાં આવેલી સબજેલ સંતરામપુર ખાતે કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા સારુ આયુષ શાખાની ગાઈડલાઈન અનુસાર આયુર્વેદિક ઉકાળા અમૃત પેયનુ જિલ્લા પંચાયત આયુષ શાખા હેઠળ સબ જેલના કાચા કામનાં કેદીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોનાની મહામારીથી બચવા સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે જિલ્લા કલેકટર આર.બી.બારડના સીધા માર્ગદર્શન હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે મહિસાગર જિલ્લામાં આવેલી સબજેલ સંતરામપુર ખાતે કેદીઓને કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા સારુ આયુષ શાખાની ગાઈડલાઈન અનુસાર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સિનિયર સિવિલ કોર્ટ સંતરામપુર ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિમાં પેરાલીગલ વોલેન્ટિયર તરીકે કામગીરી કરતા ભરતભાઈ કે. ચૌહાણ તથા સમિતિના સેક્રેટરી કુલદીપભાઈ પરમાર અને જેલર એ. કે. વાગડીયા દ્વારા સબ જેલ સંતરામપુરના કાચા કામનાં કેદીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.