- કોટેજ હૉસ્પિટલમાં વધુ એક 108 એમ્બ્યુલન્સનું પ્રસ્થાન
- 108 એમ્બ્યુલન્સ સેવાથી લોકોને ઝડપથી આરોગ્ય સુવિધાઓ મળશે
- લોકોને સ્થાનિક કક્ષાએ તાત્કાલીક સારવાર મળી રહે તે માટે વધુ એક 108 એમ્બ્યુલન્સ
મહીસાગરઃ જિલ્લામાં કોરોના મહામારીમાં લોકોની સેવા માટે વધુ એક 108 એમ્બ્યુલન્સને કોટેજ હૉસ્પિટલના સુપ્રિડેન્ટ ડૉ. જે. કે. પટેલ દ્વારા લોકોની સેવા માટે પ્રસ્થાન કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરમાં કેસને ઘટાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો- મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડવા વધુ 5 દિવસ માટે લોકડાઉન
કોઇપણ પ્રકારની ઇમરજન્સી ઘટના બને તેવા સંજોગોમાં આ સુવિધા વધુ ઉપયોગી સાબિત થશે
108 એમ્બ્યુલન્સના પ્રસ્થાનથી કોરોનાના સંજોગો અને કોઇપણ પ્રકારની ઇમરજન્સીના સમયમાં લોકોને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સની કામગીરી બહુ સરાહનીય રહી છે. જિલ્લાની જનસંખ્યા, વિસ્તારને ધ્યાને લઈ લોકોને સ્થાનિક કક્ષાએ તાત્કાલીક સારવાર મળી રહે તે માટે વધુ એક 108 એમ્બ્યુલન્સને અલગ સ્થળે રવાના કરવામાં આવી છે. જેનાથી હાલની કોરોનાની સ્થિતિ અને આવનારા સમયમાં કોઇપણ પ્રકારની ઇમરજન્સી ઘટના બને તેવા સંજોગોમાં આ સુવિધા વધુ ઉપયોગી સાબિત થશે અને લોકોને ઝડપથી આરોગ્ય સુવિધાઓ મળશે. આ પ્રસંગે કોટેજ હૉસ્પિટલ અને 108ના સ્ટાફ સહિત આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.