ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનું યોજનાનું લોકાર્પણ - જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ

રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી હાલમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962”તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 108 ના સફળ અનુભવને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા “10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” અંતર્ગત મહીસાગર જિલ્લા પંચાયત ભવન ખાતેથી ત્રણ મોબાઇલ પશુ દવાખાનાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

મહીસાગર જિલ્લામાં 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજનાનું લોકાર્પણ

author img

By

Published : Jun 25, 2020, 6:55 PM IST

મહીસાગર: લુણાવાડામાં પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી હાલમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962”તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 108 ના સફળ અનુભવને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા “10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” શરૂ કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લામાં 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજનાનું લોકાર્પણ
મહીસાગર જિલ્લામાં 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજનાનું લોકાર્પણ

દસ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા પ્રથમ તબક્કામાં સંતરામપુર, ખાનપુર તથા બાલાસિનોર તાલુકામાં શરૂ કરવામાં આવી જેના અંતર્ગત 1962 ડાયલ કરવાથી વિનામૂલ્યે ગામમાં બેઠા પશુ સારવાર મળી રહેશે. માનવ સારવાર માટે જેમ 108 સુવિધા છે તે પ્રકારની આ સુવિધા પશુધનની સારવાર માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.

પ્રારંભિક તબક્કામાં મહીસાગર જિલ્લામાં 17 પશુ દવાખાનાઓ પીપીપીના ધોરણે GVK-EMRI મારફતે શરૂ કરવાનું આયોજન છે. આ મોબાઇલ પશુ દવાખાના દ્વારા નિયત કરેલા ગામોમાં નિ:શુલ્ક પશુ સારવાર આપવામાં આવશે. આગામી દિવસોમાં મહીસાગર જિલ્લામાં બાકીના તાલુકામાં પણ શરૂ કરી પશુઓને ઘેરબેઠા આરોગ્ય સંભાળ આપવામાં આવશે.

આકસ્મિક સારવાર માટે 1962 પર ફોન કરી નિયત થયેલ ગામોમાં ઘર બેઠાં વિના મૂલ્યે પશુ સારવાર આપવામાં આવશે. આ તમામ વાહનો પશુ સારવાર માટેની જરૂરી તમામ દવા સાધન સામગ્રી અને નિષ્ણાત પશુચિકિત્સા અધિકારી સાથે ઉપલબ્ધ રહેશે.

આ યોજના મારફતે નિ:શુલ્ક પશુ સારવાર સેવાઓ વર્ષના 365 દિવસ સવારે 7 થી રાત્રે 7 દરમ્યાન પશુપાલકોને ગામ બેઠા ઉપલબ્ધ થશે. આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યપ્રધાનના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે.

કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે. આ યોજના માટે સરકાર દ્વારા રૂ. 88 કરોડથી વધુ રકમની માતબર જોગવાઈ પણ કરવામાં આવેેલી છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સર્વ અજીતસિંહ ચૌહાણ, જીગ્નેશભાઈ સેવક, જિલ્લા પંચાયત ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ ચેરમેન વિક્રમસિંહ પરમાર, જિલ્લા કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી,અગ્રણી જે.પી.પટેલ, નાયબ પશુપાલન નિયામક એમ.જીચાવડા, GVK EMRIના EME ભુપેન્દ્ર ચૌધરી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.