મહિસાગરઃ કોરોના વાઈરસનું સંક્રમણ વધે નહિ તેને અટકાવવા માટે નિર્ણાયક લડાઈના ભાગરૂપે ગુજરાત સરકાર સક્ષમતાથી સામનો કરી રહી છે.
કોરોના વાઈરસનું સંક્રમણ વધે નહિ તેને અટકાવવા માટે મહિસાગર જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ તથા દાતાઓ દ્વારા મુખ્યપ્રધાન રાહત નિધિમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડની અપીલને ધ્યાને લઇ આવી પડેલી આફતમાં સરકારને મદદ કરવા સેવાઓ આપવામાં આવી રહી છે.
મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે અમર પ્રોટીન્સ બાલાસિનોર તરફથી મુખ્યપ્રધાન રાહત નિધિમાં રૂપિયા 11,000નો ચેક બાલાસિનોર મામલતદાર વિજયાબા વાળાને અર્પણ કરી ભાવનાત્મક અમૂલ્ય યોગદાન આપ્યું હતું.