મહીસાગરઃ જિલ્લાના લુણાવાડાના વિરપુરમાં કોવિડ-19નો 1 પોઝેટીવ કેસ મળી આવતા વિરપુર તાલુકામાં ત્રણ કી.મી. ત્રિજયામાં સમાવિષ્ટ વિરપુર, વરધરા ગામના સમગ્ર વિસ્તારને containment Area તરીકે જાહેર કરવામાં આવે છે, આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પૂરું પાડવામાં આવશે. વિસ્તારના એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે, આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે,, આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે.
વિરપુર તાલુકામાં જાહેર કરેલ containment Area ઉપરાંત બે કી.મી. ત્રિજ્યામાં સમાવિષ્ટ ભાણજીની વાવ, રસુલપુર, સરાડીયા,રતનકુવા, બારોડા, કાસોડી, ધોરાવાડા, લીમરવાડા, બોર ગામોના સમગ્ર વિસ્તાર CORE AREA/BUFFER ZONE તરીકે જાહેર કરી આ ગામોની હદને સીલ કરવામાં આવે છે.