ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં મહિલા ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ કરવામા આવ્યું - Agriculture technology management agency ATMA

મહીસાગર જિલ્લામાં મહિલા કૃષિ દિવસ નિમિત્તે આત્મા પ્રોજેક્ટ એટલે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાની મહિલા ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સજીવ ખેતી તરફ વળવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

મહીસાગરમાં મહિલા કૃષિ દિવસ નિમિત્તે મહિલા ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ

author img

By

Published : Aug 7, 2020, 4:55 PM IST

મહીસાગર: મહીસાગરના સંતરામપુર તાલુકાના ગોધર ગામે આવેલા મણીભાઇ પટેલના ફાર્મ ખાતે આત્મા પ્રોજેક્ટ કચેરી અંતર્ગત મહિલા કૃષિ દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમાં પશુપાલન અને કૃષિક્ષેત્રે મહિલાઓનું યોગદાન તેમજ સજીવ ખેતીની પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

મહીસાગરમાં મહિલા કૃષિ દિવસ નિમિત્તે મહિલા ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ
મહીસાગરમાં મહિલા કૃષિ દિવસ નિમિત્તે મહિલા ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ

આ કાર્યક્રમમાં વર્ષ 2019-20ની આત્મા યોજના અંતર્ગત બેસ્ટ આત્મા એવોર્ડના વિજેતા મહિલા ખેડૂતોને મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરગવાના ઝાડનું વાવતેર કરવા તમામ મહિલા ખેડૂતોને અનુરોધ કરાયો હતો અને સરગવાની ઔષધીય ફાયદાઓ વિશે માહિતી આપી હતી. તમામ ખેડૂતોને સરગવાના છોડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલ્લા પઠાણ દ્વારા વર્મીકંપોસ્ટમાં ખાતર કેવી રીતે તૈયાર કરવું અને કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે ખેડૂતોને માહિતી આપી હતી. તેમજ વર્મીકમ્પોસ્ટ સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ ખેડૂતોને સજીવ અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કર્યા તેમજ મહિલા સ્વાસ્થ્યના વિવિધ પાસાઓ બાબતે પણ માહિતગાર કર્યા હતા.

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે જેને લઇને કાર્યક્રમમાં સોશીયલ ડીસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ સાથે સાવચેતીના ભાગરૂપે માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ તેમજ જિલ્લાના અન્ય વહિવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.