ETV Bharat / state

Panchmahal MP RatanSingh Rathore ની રજૂઆત બાદ સિંચાઈ માટે તળાવોમાં પાણી નાખવા સર્વે હાથ ધરાયો - જીલ્લાના ગામોને સિંચાઈની સુવિધા મળશે

મહીસાગર જીલ્લાના લુણાવાડા, બાલાસિનોર, અને વિરપુર તાલુકા તેમજ અરવલ્લીના કેટલાક ગામોના તળાવોમાં ખેડૂતો માટે સુજલામ સુફલામ્ કેનાલ માંથી સિંચાઈનું પાણી નાખવા પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ(Panchmahal MP Ratan Singh Rathore)દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. જે અન્વયે સરકાર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. રજુઆત કર્યા પછી લગભગ 88 લાખના ખર્ચે સર્વેની કામગીરી શરૂ થઈ છે.

Panchmahal MP RatanSingh Rathore ની રજૂઆત બાદ સિંચાઈ માટે તળાવોમાં પાણી નાખવા સર્વે હાથ ધરાયો

author img

By

Published : Oct 18, 2021, 4:26 PM IST

  • સુજલામ સુફલામ્ કેનાલમાંથી તળાવોમાં પાણી નાખવા સાંસદ દ્વારા રજુઆત
  • જીલ્લાના મોટાભાગના ગામોને સિંચાઈની સુવિધા મળશે
  • 88 લાખના ખર્ચે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી

મહીસાગર : લોકસભા 2019ની ચૂંટણી પૂર્ણ થયા પછી લુણાવાડા, કપડવંજ, કઠલાલ, બાલાસિનોરનો ઉપરવાસનો વિસ્તાર તેમજ વીરપુર તાલુકાના કેટલાક ગામો અને ખાસ કરીને અરવલ્લી જીલ્લાના કેટલાક ગામોમાં સિંચાઈની સુવિધા દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે તે માટે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ(Panchmahal MP Ratan Singh Rathore)દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે રુપિયા 88 લાખના ખર્ચે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુજલામ સુફલામ્ કેનાલમાંથી સિંચાઈનું પાણી તળાવોમાં નાખવા પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા સરકારમાં રજુઆત કરાતાં બાલાસિનોર તાલુકાના 35 જેટલાં ગામોને સિંચાઈની સુવિધા માટે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Panchmahal MP RatanSingh Rathore ની રજૂઆત બાદ સિંચાઈ માટે તળાવોમાં પાણી નાખવા સર્વે હાથ ધરાયો

પદાધિકારીઓ ઉપસ્થિતિ રહી સર્વેની કામગીરી શરુ કરી

બાલાસિનોર તાલુકાના વડદલાના ગ્રામપંચાયતના ગામતળાવ, ગ્લાબજીના મુવાડા તથા ડોડીયા પેટાપરામાં સિંચાઇની સગવડ માટે તળાવો ભરવા, કંથરજીના મુવાડા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે માટે સુજલામ સુફલામ કેનાલના એન્જીનિયર ઉદેસિંહ ઠાકોર, વાપ્કોસ સર્વે કંપનીના એન્જીનિયર તથા માજી તાલુકા પંચાયત પ્રમુખ, સભ્યો, આગેવાનો, પદાધિકારીઓ ઉપસ્થિતિ રહી સર્વેની કામગીરી શરુ કરી છે. લીફ્ટ ઇરીગેશન કરી ખેડૂતોને પાણીની સુવિધા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે.

ખેડૂતોના પાક નુકસાનીના વળતર માટે રાજ્ય સરકાર ચિંતિત

પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત માસે લગભગ 88 લાખના ખર્ચે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ગત અઠવાડિયે મારા નજીકના વિસ્તાર ભલાડા કસલાલ, ઢેસીયાના તળાવ ભરવા માટે લીફ્ટ ઇરીગેશન કરી અને જલ્દીથી ખેડૂતોને પાણીની સુવિધા પ્રાપ્ત થાય તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાન દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તેની પણ સતત ચિંતા રાખી, ગુજરાત રાજ્યના નવા મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે પણ કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં સરકારે ખેડૂતોની ચિંતા કરી છે. ગુજરાત રાજ્યની સરકાર પણ આવનારા દિવસોમાં ખેડૂતોની ચિંતા કરશે અને ખેડૂતોના પાકને નુકસાન થયું છે એના વળતર માટે પણ રાજ્યની સરકાર સતત ચિંતિત છે.

આ પણ વાંચો : ઝારખંડમાં T-20 વર્લ્ડ કપ પર રાજકારણ

આ પણ વાંચો : Ghogha RORO Ferry Service 3 મહિનાના મેઈન્ટેનન્સ પછી આવતીકાલથી ભાવવધારા સાથે ફરી શરૂ થશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.