મહીસાગર: દેશમાં કોરોના વાઈરસ મહાસંકટને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ગત રાત્રીથી લોકડાઉન કરવાનું એલાન કર્યુ છે. જેથી લોકો જરૂરિયાતોની વસ્તુઓઓની ખરીદી કરવા માટે બહાર નીકળતા જોવા મળ્યાં હતાં. ત્યારે પોલીસે લોકોને કાયદાનું પાલન કરાવવા માટે પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. સાથે કાયદાનું ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી વાહનવ્યવહાર બંધ રહેતા અનેક લોકો માદરે વતન જવા અટવાયા હતા. જેથી લોકો પાસે જરૂરિયાતની વસ્તુઓ ખૂટી જતાં તેઓ ખરીદી માટે બહાર નીકળ્યાં હતાં. રસ્તા પર શાકભાજી, દવા, અનાજ કરિયાણાની દુકાનો પર તથા પૈસા માટે બેંકના ATM પર ભીડ જોવા મળી રહી છે. કારણ કે, હજુ આ લોકડાઉન 21 દિવસ ચાલવાનું છે.