મહીસાગર- બાલાસિનોરના મીતેષ પ્રવિણભાઈ સેવકની પુત્રી આશ્કા સેવકનો ભરતનાટ્યમના આરંગેત્રમનો (Arangetram program of Ashka Sevak)કાર્યક્રમ અમેરિકાના પેન્સનવેલીયામાં (Pennsylvania USA ) બેથલેહેમના ઝોનલર આર્ટ સેન્ટરના બેકર હોલમાં યોજાયો હતો. આશ્કા સેવકે ભારતીય સંસ્કૃતિનો અપ્રતિમ સાંસ્કૃતિક વારસો ભરતનાટ્યમને (Cultural Heritage Bharatnatyam) અમેરિકામાં રજૂ કરી ભારતીય સંસ્કૃતિને (Indian culture) વિદેશમાં પણ જીવંત રાખવા આરંગેત્રમ કરી હતી.
આ પણ વાંચોઃ અહોઆશ્ચર્યમ્... 75 વર્ષે સુરતના બકુલાબેનનો આરંગેત્રમમાં જૂસ્સો પ્રશંસનીય...
ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે- અમેરિકાના એલેનટાઉન પાસે બેથલેહેમના બેકર હોલમાં બાલાસિનોરના મિતેશ સેવકની પુત્રી આશ્કા સેવકનો ભરત નાટ્યમનો શાનદાર કાર્યક્રમ યોજાયો હતો. અમેરિકાના પેન્સનવેલીયામાં બેથલેહેમના ઝોનલર આર્ટ સેન્ટરના બેકર હોલમાં બાલાસિનોરના મિતેષ પ્રવીણભાઈ સેવકની પુત્રી આશ્કા સેવકનો ભરતનાટ્યમના આરંગેત્રમનો કાર્યક્રમ ગુરુ ફિરોઝી દેસાઈના માર્ગદર્શનમાં થયો હતો.
આ પણ વાંચોઃ અંબાણીની પુત્ર વધુ રાધિકા મર્ચન્ટએ ભરતનાટ્યમ કરી લોકોને કર્યા મંત્રમુગ્ધ
સવા બે કલાકનો કાર્યક્રમ - આશ્કા સેવકની સતત 11 વર્ષની મહેનત બાદ સતત સવા બે કલાક ચાલેલા આ કાર્યક્રમમાં જુદા જુદા 11 નૃત્યો આશ્કા સેવકે ભાવપૂર્ણ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ભારતીય સંસ્કૃતિનો અપ્રતિમ સાંસ્કૃતિક વારસો ભરતનાટ્યમને અમેરિકામાં રજૂ કરી ભારતીય સંસ્કૃતિને વિદેશમાં પણ જીવંત રાખવા અને ખૂબ જ કલાત્મતક રીતે અદ્રભૂત આરંગેત્રમ કરી આશ્કા સેવકે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે.