ETV Bharat / state

મહીસાગરથી ગાંધીનગર એસટી બસમાં દારૂ લાવતી મહિલા ઝડપાઈ - દારૂ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવારનવાર કોઈકને કોઈક જિલ્લામાં દારૂનો જથ્થો પકડાતો હોય છે. મહીસાગર જિલ્લામાં પણ પોલીસે દારૂની જથ્થો પકડી પાડ્યો છે. ગરબાડાથી ગાંધીનગર એસટી બસમાં રૂ. 28 હજારના વિદેશી દારૂ સાથે જતી એક મહિલાને મહીસાગર એલસીબી અને સંતરામપુર પોલીસે ઝડપી પાડી હતી.

મહીસાગરથી ગાંધીનગર એસટી બસમાં દારૂ લાવતી મહિલા ઝડપાઈ

author img

By

Published : Jan 2, 2021, 5:39 PM IST

  • સંતરામપુર એસટી બસમાંથી વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ
  • એસટી બસમાંથી રૂ. 28 હજારનો વિદેશી દારૂ ઝડપાયો
  • પોલીસે બાતમીના આધારે બસમાં ચેકીંગ હાથ ધર્યું
  • મહિલા સહિત એસટી બસને પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરાઈ

મહીસાગરઃ મહીસાગરના સંતરામપુરથી એક મહિલા એસટી બસમાં ગાંધીનગર આવી રહી હતી. આ બસમાં તે રૂ. 28 હજારના વિદેશી દારૂ સાથે આવી રહી હતી. પોલીસને આ મહિલા બુટલેગર અંગે બાતમી મળતા પોલીસે આ બસનું ચેકીંગ હાથ ધર્યું હતું. મહીસાગર એલસીબી અને સંતરામપુર પોલીસે મહિલાને દારૂ સાથે ઝડપી પાડી હતી. મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે આ વિદેશી દારૂનો જથ્થો ગાંધીનગર લઈને જતી હતી. પોલીસના અચાનક ચેકીંગથી મહિલા હતપ્રત થઈ ગઈ હતી. જોકે, પોલીસે મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે અચાનક બસ રોકીને ચેકીંગ કરતા મહિલા ઝડપાઈ

આરોપીઓ પોલીસને ખિસ્સામાં રાખીને દારૂની હેરફેર કરી રહ્યા છે

જો પોલીસને દારૂ લાવતી આ મહિલા વિશે ખબર ન પડી હોત તો દારૂ ગાંધીનગર આવી જાત તો કોઈને ખબર પણ ન પડત. આરોપીઓને હવે પોલીસનો ડર રહ્યો જ નથી તેવું લાગી રહ્યું છે. કારણ કે, જો એસટી બસમાં મહિલા દારૂની હેરાફેરી કરી શકે તો પ્રાઈવેટ કંપનીની બસોમાં તો આસાનીથી હેરાફેરી કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.