જિલ્લાભરમાં વરસાદ થવાને કારણે કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેથી પાવર હાઉસનો વધુ એક યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. હાલ પાણીની આવક 15500 ક્યુસેક નોંધાઇ છે, ત્યારે તેની જાવક 5100 ક્યુસેક નોંધાઇ છે.
પાવર હાઉસ મારફતે પાણી મહિસાગર નદીમાં છોડાઇ રહ્યું હોવાથી સપાટીમાં નહીંવત્ વધારો થયો છે. જેથી ગ્રામજનોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.