ETV Bharat / state

મહીસાગરના ખાંડીવાવમાં નવી GIDC સ્થપાશે, મુખ્યપ્રધાને કરી જાહેરાત

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરવા રાજ્યના 8 જિલ્લામાં ઈન્ડસ્ટ્રીયલ સેક્ટર અને 5 જિલ્લામાં મલ્ટિ સ્ટોરીડ શેડ 'મોડેલ એસ્ટેટ'ના નિર્માણ માટેની જાહેરાત કરી છે. રાજ્યના 8 જિલ્લામાં નવી ઔદ્યોગિક વસાહતોમાં મહીસાગર જિલ્લાના ખાંડીવાવનો સમાવેશ થતા થતા બાલાસિનોર તાલુકાના ખાંડીવાવ ખાતે નવી ઔદ્યોગિક વસાહત સ્થાપવામાં આવશે.

મહીસાગરના ખાંડીવાવમાં નવી GIDC સ્થપાશે, મુખ્યપ્રધાને કરી જાહેરાત
મહીસાગરના ખાંડીવાવમાં નવી GIDC સ્થપાશે, મુખ્યપ્રધાને કરી જાહેરાત
author img

By

Published : Jan 23, 2021, 4:22 PM IST

  • રાજ્યના 8 જિલ્લામાં સ્થપાશે નવી GIDC વસાહત
  • મહીસાગરના ખાંડીવાવમાં પણ સ્થપાશે GIDC વસાહત
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગેની કરી જાહેરાત
  • CM રૂપાણીએ કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોની કરી ફાળવણી
  • વીડિયો કોન્ફરન્સથી CM રૂપાણી રહ્યા હતા ઉપસ્થિત
  • ગુજરાતમાં વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટનો CMનો સંકલ્પ
  • MSME એકમોના અનેક લોકોને રોજગારી મળશે
  • રૂપિયા 100 કરોડનું કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ અને 1 હજારની નવી રોજગારી
    રૂ. 100 કરોડનું કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ અને 1 હજારની નવી રોજગારી

મહીસાગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાટણ જિલ્લાની જીઆઈડીસીના 264 પ્લોટની કોમ્પ્યુટરરાઈઝ્ડ ડ્રોની ફાળવણી કરી હતી. ગુજરાતમાં દરેક જિલ્લાની આગવી પ્રોડક્ટ ડેવલપ થાય અને વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટનો સંકલ્પ સાકાર થાય તે માટે રાજ્યમાં કારખાના ઉત્પાદન એકમોને અનુકૂળ માહોલ આપવામાં આવી રહ્યો છે. મોટા પ્રમાણમાં એમએસએમઈ એકમોના અનેક લોકોને રોજીરોટી પ્રાપ્ત થાય તે પ્રકારનું ઈકોનોમિકલ સર્કલ ડેવલોપ કરવું છે તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

8 જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થપાશે

મુખ્યપ્રધાને રાજ્યના સર્વગ્રાહી ઉદ્યોગ વિકાસને વધુ વ્યાપક બનાવવા રાજ્યના 8 જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઓદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરી હતી.

મહીસાગરના ખાંડીવાવમાં નવી GIDC સ્થપાશે, મુખ્યપ્રધાને કરી જાહેરાત
મહીસાગરના ખાંડીવાવમાં નવી GIDC સ્થપાશે, મુખ્યપ્રધાને કરી જાહેરાત

MSMEને વેગ મળે તે હેતુથી ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટી સ્ટોરેજ શેડ્સ

આ નવી જીઆઈડીસી વસાહતોમાંથી એમએસએમઈ સેક્ટરને વેગ મળે તે હેતુથી રાજ્યની હયાત 9 ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટિસ્ટોરીડ શેડ્સ (બહુમાળી શેડ) બનાવવાનો નિર્ણય કર્યો છે. પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં 360 નવા બહુમાળી નિર્માણ પામશે. જેથી લગભગ રૂપિયા 100 કરોડનું કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ અને 1 હજારની નવી રોજગારી શક્ય બનશે.

રોજગારીની નવીન તકો ઊભી થશે

સરકાર દ્વારા નવી ઔદ્યોગિક વસાહતોમાં મહીસાગર જિલ્લાના ખાંડીવાવનો સમાવેશ થતા ગ્રામજનોએ રૂપાણી સરકારનો આભાર માન્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ, નવી જીઆઈડીસીના નિર્માણથી મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ખાંડીવાવ તેમ જ તેની આસપાસના ગામોના લોકોની બેકારી દૂર થશે અને રોજગારીની નવીન તકો ઊભી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.