મહીસાગર: મહીસાગર જિલ્લામાં કોરોના કહેર વધી જઈ રહ્યો છે. આજે જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે. આજના 6 કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 183 પર પહોંચ્યો છે.
મહીસાગર જિલ્લામાં કોરોના કહેર યથાવત છે. આજે જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં આજે લુણાવાડામાં 3 કેસ જ્યારે સંતરામપુરમાં 3 કેસ, એમ કુલ 6 કેસ જિલ્લામાં સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 183 પર પહોંચી ગઈ છે. કેસની સંખ્યા વધતાં તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. કોરોના પોઝિટિવ આવેલ વિસ્તારમાં તંત્ર દ્વારા કન્ટેન્મેન્ટ એરીયા જાહેર કરી અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે અને સેનેટાઈઝ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જો કે, 183 કેસમાંથી 141 દર્દીઓ સાજા થઇ ચૂક્યાં છે. હાલમાં 29 દર્દીઓ જ કોરોનાના એક્ટીવ દર્દીઓ છે.જ્યારે 4 દર્દીઓ ઓક્સિજન પર છે. જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 24 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ, બાલાસિનોર 2-વડોદરા, 2-આણંદ, 1-હોમ આઈસોલેશન, અને 2-દર્દીઓ અમદાવાદ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.