- બાલાસિનોરમાં વેપારીઓ દ્વારા 28 થી 2 જી એપ્રિલ સુધી ફરીથી લોકડાઉન
- છેલ્લા એક અઠવાડિયામાં બાલાસિનોરમાં 142 કોરોનાના દર્દીઓ
- ગુમાસ્તા ધારા હેઠળ પણ સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય લેવાયો
બાલાસિનોર: બાલાસિનોર નગર અને તેની આસપાસના વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતું જાય છે. તેમજ કોરોના દર્દી પણ વધતા જાય છે. છેલ્લા એક અઠવાડિયામાં બાલાસિનોરમાં 142 કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. ત્યારે ગયા અઠવાડિયે એટલેકે તારીખ 23 થી 27 એપ્રિલ સુધી બજારો બંધ રાખી લોકડાઉન નિર્ણય વેપારી એસોસિયેશન અને અધિકારીઓને દ્વારા લેવામાં આવ્યો હતો અને બાલાસિનોરના બજારો બંધ રહ્યા હતા.
આ પણ વાંચોઃ વાંસદા તાલુકો વધુ 4 દિવસ, રવિવાર સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ
કોરોના સંક્રમણની ચેઈન તોડી શકાય તેવા હેતુથી ફરીથી લોકડાઉન
બાલાસિનોરમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા ફરીથી લોકડાઉન લાદવામા આવ્યુ છે. 28 થી 2 જી એપ્રિલ સુધી લોકડાઉન રહશે. શોપિંગ કોમ્પ્લેક્ષ તથા માર્કેટ વિસ્તારમાં આવેલ તમામ દુકાનો બંધ રહશે. જ્યારે આવશ્યક સેવાઓમાં હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, દૂધ, શાકભાજી અને ફ્રૂટ્સ ચાલું રહેશે.
વિમલ ચૌધરી, મામલતદાર બાલાસિનોર, તાલુકા હેલ્થ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, અને નગરપાલિકાના સદસ્ય તેમજ વિવિધ વેપારી એસોસિએશનના હોદ્દેદારો અને વેપારીઓ તેમજ અન્ય સંસ્થાઓના હોદ્દેદારોની મળેલી મિટિંગમાં બાલાસિનોર શહેરમાં કોરોના સંક્રમણ ઘટે તેમજ કોરોના સંક્રમણની ચેઈન તોડી શકાય તેવા હેતુથી લેવાયેલા નિર્ણય મુજબ બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં બુધવાર તારીખ 28 થી 2 જી મે રવિવાર સુધી તમામ શોપિંગ કોમ્પ્લેક્ષ તથા માર્કેટ વિસ્તારમાં આવેલ તમામ દુકાનો, વ્યાપારી કંપની ઓફિસ, ગોડાઉનો, રેસ્ટોરન્ટ,ખૂંમચાઓ, ચાની લારીઓ વિગેરે સંપૂર્ણ રીતે સ્વયંભૂ બંધ રાખવા નક્કી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ વડોદરા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન કરાયું જાહેર
પરંતુ આવશ્યક સેવાઓ જેવીકે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, દૂધ, શાકભાજી અને ફ્રૂટ્સને આમાંથી બાકાત રાખવામાં આવેલ છે. આ ઉપરાંત સોમવારે ગુમાસ્તા ધારા હેઠળ પણ સંપૂર્ણ બંધ રાખવાનું પણ નિર્ણય લેવાયો છે.