મહીસાગર: મહી નદીમાં પાણી ઓસરતા વડોદરા, આણંદ અને ખેડા જિલ્લાના નિચાણવાળા વિસ્તારના રહેતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક 56,634 ક્યુસેક છે. જેની સામે કડાણા ડેમના ગેટ 5 ફૂટ ખોલી 24,930 ક્યુસેક પાણી તેમજ 60 મેગાવોટના ચાર પાવર હાઉસ કાર્યરત રાખવામાં આવ્યા છે. તેમજ પાવરહાઉસ મારફતે 20,000 ક્યુસેક પાણી થઇ કુલ 44,935 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ડેમમાં 60 મેગાવોટના 4પાવર હાઉસ કાર્યરત થયા છે. જેથી 240 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. હાલમાં ડેમનું જળસ્તર 417 નોંધાવા પામ્યું છે. જે 1 સપ્ટેમ્બરના રુલ લેવલ કરતા એક ફૂટ વધારે અને ડેમની ભયજનક સપાટી 419 ફૂટ કરતાં 2 ફૂટ ઓછું છે. મહી નદીમાં પાણી છોડવાનું ઓછું કરવામાં આવતા મહી નદી પર આવેલ હાડોડ બ્રિજ તેમજ આંત્રોલી બ્રિજ પર ના પાણી ઓસર્યા છે. જેથી વાહન વ્યવહાર અને અવરજવર શરુ થઈ શકશે.