ETV Bharat / state

રક્તદાન મહાદાનઃ ઓથવાડ PSCના રક્તદાન કેમ્પમાં રક્તદાતાએ કર્યું રક્તદાન

author img

By

Published : Jun 14, 2020, 6:03 PM IST

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે મહિસાગર જિલ્લાના કોઈ પણ બીમારીના દર્દી તેમજ થેલેસેમિયાના દર્દીને લોહીના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે બાલાસિનોર તાલુકામાં આવેલા ઓથવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના સહયોગથી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Othwad PSC blood donation camp
ઓથવાડ PSCના રક્તદાન કેમ્પમાં રક્તદાતાએ કર્યું રક્તદાન

લુણાવાડાઃ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે મહિસાગર જિલ્લાના કોઈ પણ બીમારીના દર્દી તેમજ થેલેસેમિયાના દર્દીને લોહીના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે બાલાસિનોર તાલુકામાં આવેલ ઓથવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના સહયોગથી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરીમાં ઓથવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગોધરા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઓથવાડની ટીમ દ્વારા યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં 43 જેટલા રક્તદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં કોરોના વોરિયર બની અનેરું યોગદાન આપી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.

આ રક્તદાન કેમ્પનું ખૂબ જ કાળજીપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું. કોઈપણ રક્તદાતાને કોરોના ચેપ ન લાગે તે માટે દરેકે દરેક રક્તદાતાને નવી બેડશીટ પાથરીને રક્તદાન કરાવવામાં આવ્યું હતું. રક્તદાતાઓને જ્યારે કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રક્તદાન એ શ્રેષ્ઠ અમૂલ્ય દાન છે. જે કોરોના દર્દી અને થેલેસેમિયાનાં દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે આ મહામારીનાં કપરા સમય વચ્ચે આ રક્તદાન શિબિર ઘણી જ ઉપયોગી બની જન જન માટે ઘણી જ સાર્થક પૂરવાર થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.