મહીસાગર પોલીસ અધિક્ષક ઉષા રાડાના આદેશથી દારૂની હેરાફેરી કરતાં વાહનો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરવા આપેલી સૂચના આધારે મહીસાગર જિલ્લા પોલીસ અને બાલાસિનોર પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફ બાલાસિનોર ફગવાનાકા વોચમાં ઉભા હતા.
આ દરમિયાન દેવ ચોકડી તરફના રોડથી એક સફેદ કલરની સ્કોર્પીયો ગાડી લઇ 3 માણસો સાથે આવતા પોલીસે તેને રોકી લઇ અંદર ચેકિંગ કરતા પૂંઠાનાં બોક્સ તેમજ છુટી કાચની પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂ કાચની બોટલ કુલ નંગ – 276, સ્કોર્પિયો ગાડી તથા મોબાઇલ સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ. 5,11,900/- ની સાથે પકડી પાડ્યા હતા. ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.