બાલાસિનોર કરણપુર રોડ પર આપેશ્વર મહાદેવ પાસે કાર અચાનક પલટી ખાતા રોડની સાઈડ પર આવેલા ખાડામાં ખાબકતા કારમાં સવાર બે યુવાનના કરૂણ મોત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં દિપક ચૌહાણ અને પંકજ યાદવ નામના યુવાનો સ્થળ પરજ મૃત્યુ પામ્યા હતા.
જ્યારે અન્ય એકને વધુ ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજા અન્ય 2 વ્યકિતને સામાન્ય ઇજા થતાં બાલાસિનોરની KMG હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. ઘટનાને પગલે પોલીસે બંને મૃતકોને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.