- બાલાસિનોરમાં 2 ડોક્ટર અને 1 મેડિકલ સ્ટોર્સનો માલિક લૉકઅપમાં બંધ
- ડોક્ટર અને મેડિકલ સ્ટોર્સના દુકાનદારો અચોક્કસ મુદત સુધી હડતાલ પર
- પોલીસે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનું કહી ધરપકડ કરી હતી
બાલાસિનોર: પોલીસે તાલુકાના 2 ડોક્ટર અને 1 મેડિકલ સ્ટોર્સના માલિકને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનું કહી તેમને લૉકઅપમાં પૂરી દીધા હતા, જેને ધ્યાનમાં રાખી નગરના ડોક્ટર્સ અને મેડિકલ સ્ટોર્સની દુકાનના માલિકોએ બેઠક યોજી હતી. ત્યારબાદ અચોક્કસ મુદત સુધી હડતાલ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચોઃ સાણંદના નવપુરા અને નિદ્રા ગામે લોકો મંદિરમાં ઉમટ્યા, પોલીસે 23 લોકોની ધરપકડ
ડોક્ટરો અને મેડિકલ સ્ટોર્સની દુકાન માલિકોની અચોક્કસ મુદત હળતાળ
બાલાસિનોર નગરમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. સંક્રમણ ઘટાડવા લૉકડાઉન કરવામાં આવ્યું છે. હાલની ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટોરધારકો લોકોની સેવા કરી રહ્યા છે. જોકે, પોલીસે 2 ખાનગી પ્રેક્ટિસ કરતા 2 ડોક્ટર ભાવેશ શાહ અને રાજેન્દ્ર શાહ તેમજ યશ મેડિકલ સ્ટોર્સના માલિકની ધરપકડ કરી હતી. પોલીસે આ ત્રણેયને પૂછપરછ કરવા બોલાવી લૉકઅપમાં પૂરી દીધા હતા.
આ પણ વાંચોઃ બાલાસિનોર નગરપાલિકાએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતી 5 દુકાનો સીલ કરી
પોલીસે ડોક્ટર્સ સાથે અભદ્ર વ્યવહાર કરી લોકઅપમાં મૂક્યા હોવાનો આક્ષેપ
ડોક્ટર્સના જણાવ્યા મુજબ, ચાલુ OPDમાં અમને પોલીસ સ્ટેશને બોલાવી પોલીસે અમારી પાસેથી મોબાઈલ પણ લઈ લીધા હતા અને અભદ્ર વર્તન કરી લૉકઅપમાં મૂક્યા હતા. આથી બાલાસિનોર તાલુકા ડોક્ટર એસોસિએશન તથા મેડિકલ સ્ટોર એસોસિએશન દ્વારા આ બાબતનો વિરોધ કરી દવાખાના અને મેડિકલ સ્ટોર્સ અચોક્કસ સમય માટે બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
હળતાળના કારણે તાલુકાના તમામ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટોર્સ ચલાવતા માલિકોએ અચોક્કસ મુદત માટે આ બનાવના વિરોધમાં ડોકટર્સે પોતાના દવાખાના અને મેડિકલ દુકાનદારોએ દવાના સ્ટોર્સ બંધ રાખ્યા છે. નગરમાં દવાખાનાઓ અને મેડિકલ સ્ટોર અચોક્કસ મુદ્દતની હડતાલને કારણે બંધ રહેતા બીમાર દર્દીઓને સારવાર અને દવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે.