ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના સમયમાં 1797 જેટલા રકતદાતાઓએ કર્યું રકતદાન - સગર્ભા મહિલાઓ

કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિને જોતા અનેક જગ્યાએ રક્તની માગ ઊઠી છે. કોરોના મહામારી વચ્ચે મહિસાગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થેલિસિમિયાના દર્દીઓ અને સગર્ભા મહિલાઓ માટે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અને ક્યાંય પણ રક્તની અછત ન સર્જાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિસાગરમાં 1797 જેટલા રકતદાતાએ રકતદાન કર્યું હતું.

મહિસાગરમાં રક્તદાન કેમ્પમાં 1797 રક્ત એકત્રિત કરાયું

author img

By

Published : Oct 27, 2020, 2:10 PM IST

  • મહિસાગરના વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં રક્તદાન કેમ્પ યોજાયા
  • તમામ કેમ્પમાંથી 1797 યુનિટ રક્ત એકત્રિત કરાયું
  • કોરોના સંદર્ભેની તકેદારી સાથે રક્તદાન કેમ્પ યોજાયા
  • કોરોનાના દર્દી અને સગર્ભા મહિલાઓ માટે રક્ત એકત્રિત કરાયુું

લુણાવાડાઃ કોરોનાના કારણે અનેક જગ્યાએ રક્તની અછત જોવા મળી હતી. આ અછતને પહોંચી વળવા માટે અનેક જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. આ જ રીતે મહિસાગરમાં પણ અનેક આરોગ્ય કેન્દ્રોમાં પણ રક્તદાન કેમ્પ યોજાયા હતા. જિલ્લા કલેક્ટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ મહિસાગરમાં રક્તદાન કેમ્પ યોજાયા હતા. જિલ્લામાં આવેલા વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટર તેમ જ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જેવા કે, લુણાવાડા, ખેડાપા, ખાનપુર, સરસણ, ખારોલ, ઓથવાડ, મુનપુર, મલેકપુર-શામણા, ભાટપુર-વિરપુર, હાથીવન, થાણાસાવલી, જનોડ, ચાંપેલી-ઉંદરા, કુરેટા, કોયડેમ, ભંડારા, કિડીયા, બાર, ઉબેર, મોટાસોનેલા, સાલીયાબીડ, બાકોર, કેનપુર, નાની ભુગેડી, બાલાસિનોર, મોટીકયાર, ચુંથાના મુવાડા, વેલના મુવાડા, ઉકરડી, મુડાવેડખમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.

તમામ રક્તદાન કેમ્પમાં સરકારની કોરોના ગાઈડલાઈન્સનું કરાયું પાલન

જિલ્લા શિક્ષણ વિભાગ હેઠળ લુણાવાડા, સંતરામપુર, લાલસર ખાતે મેડિકલ ઓફિસરો, આયુસ મેડિકલ ઓફિસરો, અને રેડક્રોસ સોસાયટી પંચમહાલ-ગોધરાના ડોક્ટર્સ તેમ જ આરોગ્ય ટીમ દ્વારા યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં જિલ્લાના 1797 જેટલા રકતદાતાએ રક્તનું દાન કર્યું હતું. આ તમામ રક્તદાન કેમ્પમાં સરકારની કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓ માટે સામાજિક અંતરનું ધ્યાન રાખીને તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.