ETV Bharat / state

મહીસાગરમાં 108ની સેવાએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, જાણો વિગત - 108 Complimentary service in the health sector

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રશંસનીય સેવા આપતી 108 એમ્બ્યુલન્સ સેવાએ ગુજરાતમાં અકસ્માત અને ઈમરજન્સી વખતે ઈજાગ્રસ્ત અને બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ગુજરાતના લોકોની જીવાદોરી સમાન પુરવાર થઇ છે.

excellent-example-of-honesty
મહીસાગરમાં 108ની સેવાએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
author img

By

Published : Mar 12, 2020, 9:55 AM IST

Updated : Mar 12, 2020, 11:34 AM IST

મહીસાગરઃ રાજ્ય સરકારે પ્રજાજનોને કપરા સમયે આરોગ્ય સારવાર તાત્કાલિક ઉપલબ્ધ થાય તેવા ઉમદા ભાવ સાથે શરૂ કરેલી આ 108 એમ્બ્યુલન્સ-EMRI સેવા હવે આપતકાલમાં લોકજીભે ચડી ગયેલું માધ્યમ બની ગઇ છે. તેના સેવાવ્રતી કર્મયોગીઓને રાજ્યમાં ઇમરજન્સી મેડિકલ સેવાઓની ઉપેક્ષિત સ્થિતિમાં ગુણાત્મક અને આમૂલ પરિવર્તન લાવીને 108 ઇમરજન્સી નેટવર્ક દ્વારા ગુજરાતે નિઃશુલ્ક, નિસ્વાર્થ અને વિશ્વસનીય ઇમરજન્સી માનવ સેવાની મિશાલ પૂરી પાડી દીધી છે.

ગુજરાતની લાડકી સેવા 108 એમ્બ્યુલન્સ સેવાએ લાખોની સંખ્યામાં લોકોની મદદ કરી અને જરૂરીયાત મંદ લોકોને તાત્કાલીક મેડિકલ, પોલીસ અને ફાયર સેવાઓ આપીને લાખો લોકોના જીવ બચાવ્યા છે. જેથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનું ઈમરજન્સીની સાથે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ મહીસાગર જિલ્લામાં જોવા મળ્યું હતું.

108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની પ્રમાણિકતાની વાત કરીએ તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઘાટાવાડા ગામે બાઈક સ્લીપ થતા એક્સીડન્ટ થયું હતું. 108 એમ્બ્યુલન્સને કોલ મળતા તરત જ સંતરામપુર લોકેશનની એમ્બ્યુલન્સને કેસ આપવામાં આવેલા હતો. પાયલોટ હરીશભાઈ રાણા અને EMT અશોકભાઈ પટેલ એમ્બ્યુલન્સ લઈને નિકળી ગયા હતા. ત્યાં દર્દી રાકેશભાઈ ડામોર નોર્મલ ઇન્જરી જેવી ઈજાઓ થયેલી હતી. જેમને સારવાર અર્થે સંતરામપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. આ સમય દરમિયાન અંકે રૂપિયા 14000 અને એક મોબાઈલ સ્થળ પરથી મળ્યાં હતાં. જે તપાસ કરીને દર્દી રાકેશભાઈ ડામોરના સંબંધીને પરત કરવામાં આવ્યા હતા.

આમ, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ ઈમરજન્સીની સાથે પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉપસ્થિત સબંધીઓએ 108ની સરાહનીય કામગીરી અને પ્રમાણિકતાની પ્રસંશા કરી હતી.

Last Updated : Mar 12, 2020, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.