ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના વધુ 105 કેસ, 72 દર્દી ડીસ્ચાર્જ - corona case

મહીસાગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં ગુરુવારે 105 કેસો નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4,261 થઈ છે. ત્યારે ગુરુવારે 72 દર્દીઓ સાજા થતાં તેઓને ડીસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં કુલ 3,163 દર્દીઓ સાજા થયા છે. હાલ જિલ્લામાં 1,044 દર્દીઓ સારવાર હેઠળ છે.

મહીસાગરમાં કોરોનાના વધુ 105 કેસ, 72 ડીસ્ચાર્જ

author img

By

Published : Apr 30, 2021, 11:51 AM IST

  • જિલ્લામાં 1,044 દર્દીઓ સારવાર હેઠળ
  • જિલ્લામાં ગુરુવારે નવા 105 કેસો નોંધાયા
  • જિલ્લામાં તારીખ 20થી 29 એપ્રિલ દરમિયાન 1,362 કેસો

મહિસાગરઃ જિલ્લામાં શહેરી વિસ્તાર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. સરકારી યાદી મુજબ ગુરુવારે 105 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી રોજના 100 ઉપરના કેસના આંકડા પહોંચ્યા છે. મહીસાગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં એટલે કે 20થી 29 એપ્રિલ દરમિયાન 1,362 કેસો નોંધાયા છે. આમ કોરોનાના કેસમાં વધારો થતા આ આંકડા પરથી કોરોના અંગે મહીસાગર જિલ્લાની પરિસ્થિતિ દિન-પ્રતિદિન ગંભીર બનતી જાય છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 14 મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી 40 દર્દીના મૃત્યુ થતા અત્યાર સુધીમાં કુલ 54 મૃત્યુ નોંધાયા છે.

આ પણ વાંચોઃ મહીસાગર: મંગળવારે કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 148 થયો

જિલ્લામાં 149 દર્દીઓ ઓક્સિજન પર, 08 દર્દી વેન્ટીલેટર પર

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 32 દર્દી ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ લુણાવાડા, 689 દર્દી હોમ આઈસોલેશન, 50 દર્દીઓ એસ.ડી.એચ.સંતરામપુર, 55 દર્દીઓ અન્ય જિલ્લા ખાતે અને 18 દર્દીઓ પ્રાઈવેટ હોસ્પિટલ મહીસાગર ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 887 દર્દીઓ સ્થિપ હાલતમાં છે. હાલ જિલ્લામાં 149 દર્દીઓ ઓક્સિજન
પર, અને 8 દર્દી વેન્ટીલેટર પર છે.

મહીસાગરમાં કોરોનાના વધુ 105 કેસ, 72 ડીસ્ચાર્જ
મહીસાગરમાં કોરોનાના વધુ 105 કેસ, 72 ડીસ્ચાર્જ

આ પણ વાંચોઃ મહીસાગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 155 કેસો નોંધાયા

કુલ કેટલા કેસ નોંધાયા

કુલ પોઝિટિવ કેસ 4,261, કુલ સક્રિય કેસ 1,044, કુલ ડીસ્ચાર્જ 3,163, કુલ ઓક્સિજન પર 149, કુલ વેન્ટીલેટર પર 08, કુલ મોત 54, કુલ હોમ કોરોન્ટાઈન 578, કુલ નેગેટીવ રીપોર્ટ 1,99,306 નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.