કચ્છ: આપણા સાંસ્કૃતિક વારસા સમાન સ્થાપત્યો પ્રત્યે નવી પેઢી જાગૃત થાય એવા આશયથી આગામી તારીખ 28મી જાન્યુઆરીએ ધોળાવીરા ખાતે કલા-સંસ્કૃતિ મહોત્સવના આયોજન હેઠળ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
આ પણ વાંચો કચ્છની જર્જરિત ઐતિહાસિક ઈમારતો ફરી જોવા મળશે તેના મૂળ રૂપમાં, CEPT યુનિ. શરૂ કર્યું કામ
દેશના ઐતિહાસિક સ્મારકો: આપણો દેશ અનેકવિધ ઐતિહાસિક ધરોહરથી સમૃદ્ધ છે. જેના કારણે આજે વિશ્વના નકશા પર ભારત અનેરું સ્થાન ધરાવે છે. પ્રવાસન ક્ષેત્રે આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે. આજના ગતિમય અને આધુનિક સમયમાં યુવાનો દેશના ઐતિહાસિક સ્મારકો પ્રત્યે નીરસ હોય એવું જણાઈ રહ્યું છે. યુવાનોની આ નિરસતાને દૂર કરી દેશના ઐતિહાસિક સ્મારકો અને અતુલ્ય વારસા પ્રત્યે તેમનો લગાવ વધે એવા ઉદ્દેશ્ય સાથે "ક્રાફ્ટ ઓફ આર્ટ" દ્વારા આગામી તારીખ 28મીના વર્લ્ડ હેરિટેજ ધોળાવીરા ખાતે ધોળાવીરા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો વડોદરાનું ઐતિહાસિક ન્યાયમંદિર મુખ્યપ્રધાનના હસ્તે વીએમસીને સુપ્રત કરાશે
દેશ અને વિશ્વના જાણીતા કલાકારો: ક્રાફટ ઓફ આર્ટસ અમદાવાદના સ્થાપક બિરવા કુરેશીએ Etv Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે દેશના ઐતિહાસિક વારસાને પ્રત્યે લોકોનો લગાવ વધે એ માટે અત્યાર સુધી ગુજરાત અને મહારાષ્ટ્રના અગિયાર સ્મારકોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 28મી જાન્યુઆરીના બપોરના 3 થી સાંજે 8 વાગ્યા સુધી યોજાનાર `ધોળાવીરા ફેસ્ટિવલ' દરમ્યાન દેશ અને વિશ્વના જાણીતા કલાકારો ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલાવાદન), જ્યોર્જ બ્રુક્સ (અમેરિકન સેક્સોફોન વાદન), દિલશાદ ખાન (સિતાર વાદન), સાંજે દિવેચા (ગિટાર વાદન), ગિરધર ઉડુપા (ગટમ્ વાદન), મંજુનાથ (ડ્રમ વાદન)ના કાર્યક્રમો આપશે.
ભરૂચના વિખ્યાત કલાકારો: કચ્છના કલાકારો પણ પોતાની કલા પીરસશે. જેમાં મુરાલાલ મારવાડા સૂફી લોક કલા રજૂ કરશે. આ ઉપરાંત ભરૂચના વિખ્યાત કલાકારો સીદી ધમાલ રજૂ કરશે. ગુજરાત પ્રવાસન નિગમ તથા કલાવારસો કચ્છના સહયોગથી યોજાનાર આ કાર્યક્રમ માટે ધોળાવીરા ખાતે ઉત્ખનની સાઇટ પર વિવિધ સ્થળે ખાસ સ્ટેજ તૈયાર કરાશે. જેના પર જુદા જુદા કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કલાકાર માનવ ગોહિલ કરશે.
![વર્લ્ડ હેરિટેજ સાઇટ ખાતે યોજાશે ધોળાવીરા ફેસ્ટિવલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17514894_d2_aspera.jpg)
ફોટો પ્રદર્શન આયોજન: આ કાર્યક્રમ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. પણ તેમણે ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે. અથવા 96646 82373 નંબર ફોન કરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. કાર્યક્રમ દરમ્યાન ક્રાફટ મ્યૂઝિયમ, વોકિંગ ટુર, ફોટો પ્રદર્શનનો પણ પ્રવાસીઓ લાભ લઇ શકશે. આ કાર્યક્રમની વિશેષ આકર્ષણની વિગત આપતાં તેમણે જણાવ્યું હતું કે, હડપ્પન સમયની વિવિધ હસ્તકલાઓનું જીવંત પ્રદર્શન તથા નિદર્શન પણ કચ્છના હસ્તકલા કારીગરો કરશે.
![ધોળાવીરા ફેસ્ટિવલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17514894_d4_aspera.jpg)
આ પણ વાંચોઃ શું ફરી આવશે ગુજરાતની ધરોહર લોકવાદ્યોનો જમાનો, રેલાવશે સંગીતની સુરાવલી?
ઐતિહાસિક સ્મારકોની ભવ્યતાને ઉજાગર: ઉલ્લેખનીય છે કે છેલ્લા 14 વર્ષોથી ક્રાફ્ટ ઓફ આર્ટના 30 થી પણ વધુ કાર્યક્રમ દ્વારા સરખેજ રોજા, ભદ્રનો કિલ્લો ,તીન દરવાજા ,રાણી કી વાવ પાટણ, સૂર્યમંદિર મોઢેરા અને ઔરંગાબાદ ઇલોરા ગુફાઓ સહિત અનેક ઐતિહાસિક સ્મારકોની ભવ્યતાને ઉજાગર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ત્યારે આ વર્ષે 5000 વર્ષ જુના હડપ્પીયન સંસ્કૃતિના નગર ધોળાવીરા ખાતે લોકો ઐતિહાસિક સ્મારકની ઓળખ કલાકારીગરી અને અલભ્યઇતિહાસને સંગીતના માધ્યમથી જાણી શકશે.