કચ્છના ભૂજ ખાતે અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલ દ્વારા કાર્યરત બ્લડબેંકમ અંતર્ગત સપ્ટેમ્બર 2019 દરમિયાન હોસ્પિટલમાં આવતા જરૂરીયાતમંદ દર્દીઓને બ્લડ પૂરું પાડવાના ભાગરૂપે 1088 બેગ્સ રક્ત વિવિધ કેમ્પ તેમજ સ્થાનિકે એકત્રિત કરવામાં આવ્યું હતું. આ લોહીનું એકત્રીકરણ કચ્છમાં જુદા-જુદા સ્થળોએ 12 કેમ્પનું આયોજન કરી, 806 થેલી અને 282 બેગ્સ હોસ્પિટલમાં કાર્યરત બ્લડબેંકમાં ભેગુ કરવામાં આવ્યું હતું.
લોહી ભેગું કરવાના ભાગરૂપે જીલ્લામાં યોજાતા કાર્યક્રમો પ્રસંગે ખાસ ઝુંબેશ શરુ કરીને લોકોને જાગુત કરવા સાથે પ્રોત્સ્સાહિત કરવામાં આવ્યા હતા. મહિનાના પ્રારંભે ગણેશ સ્થાપના દિવસે 101 થેલી, 5મી સપ્ટેમ્બરે શિક્ષકદિન નિમિત્તે 237 થેલી ઉપરાંત 15મી સપ્ટેન્બરનાં રોજ થેલેસેમિયાગ્રસ્ત બાળકના જન્મદિવસ પ્રસંગે 155 થેલીનું કલેક્શન કરવામાં આવ્યું હતું.
તેમજ ગત મહીને ત્રણ શિબિરનું આયોજન કરી ભચાઉ, રાપર અને સ્થાનિકે કાર્યક્રમનાં આયોજન દ્વારા 207૭ થેલી લોહી મેળવવામાં આવ્યું હતું. જયારે ૨૯મી સપ્ટેમ્બરનાં રોજ રામપર વેકરા મુકામે લેવા પટેલ સમાજને પ્રોત્સાહિત કરી 73 બોટલ પ્રાપ્ત કરવામાં આવી હતી. જિલ્લામાં જુદા જુદા સ્થળોએ આયોજિત રક્ત એકત્રીકરણ પ્રસંગે 68 મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું.