કચ્છમાં આહીર, સોઢા, રબારી, મેઘવાળ મોચી મારવાડા એમ 12 સમાજના 18 જેટલા વિવિધ કારીગરી થાય છે. અજરખ, બાટીક, વણાટ, ભરતકામ, લાકડા પર પ્રિન્ટ રોગાન આર્ટ ખડકી એમ વિવિધ કલા કારીગરી થાય છે. જેમાંથી બાંધણી, બ્લોક પ્રિન્ટ, વણાટકામ, અને ભારત કામ મુ્ખ્ય છે. જેમાંથી ભરતકામ અને બાંધણીમાં મહિલાઓ રોજગારની દ્રષ્ટિએ સીધી રીતે જોડાયેલી છે. કચ્છમાં કામ કરતી વિવિધ સંસ્થાઓની ઈટીવી ભારતે મુલાકાત લીધા પછી એટલો અંદાજ નિકળ્યો હતો કે વર્ષે કચ્છમાં તમામ કલા મળીને વર્ષે એક હજાર કરોડનો કલા વારસો છે. જેમાંથી ભરત કામનું યોગદાન 100 કરોડ જેટલું હશે. કચ્છમાં શ્રૃજન, કસબ, કલારક્ષા ખમીર જેવી મુખ્ય સંસ્થાઓ આ કામગીરીમાં જોડાયેલી છે. જેઓ તૈયારી કીટ ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ સુધી પહોંચાડે છે અને તૈયાર માલ લઈ રોકડમાં રોજગારી ચુકવી આપે છે.
ભૂજના ભુજોડી ગામ પાસેથી 1969થી કચ્છની મહિલાઓના ઉત્થાન માટે અને ખાસ કરીને ભરતકામની પંરપરાગત આવડતને મહિલાઓ માટે રોજગારીનું સાધન બનાવી દેનાર ચંદાબેન શ્રોફ સ્થાપિત શ્રૃજન સંસ્થાના મેેનેજર દિપક જાનીએ કહ્યુ હતું કે, અમારી સંસ્થાનું વર્ષે છ કરોડનું ટર્ન ઓવર છે અને તેમાંથી બે કરોડ જેટલી રોકડ રોજગારી અમે મહિલાઓને પુરી પાડીએ છીએ. શ્રૃજનના દિલીપ હંસપરીયા જણાવે છે કે, 1969માં સંસ્થાને ચંદાબેન શ્રોએ આ કાર્ય શરૂ કર્યુ હતું. મહિલાઓ પાસે ભરત કામનો ગુણ છે તેને આધુનિક ઢબ આપીને શરૂઆત કરાવી હતી આજે આ જ પરંપરા રોજગારી બની ગઈ છે. અને આધુનિક ઢબમાં ફેશન સાથે તાલમેલ બેસાડયો છે. એકતરફ આ રોજગારી તો બની જ છે પણ તે પરંપરા અને આવડત લુપ્ત થતી હતી તેનો પણ વિકાસ થયો છે.
ભૂજ સ્થિત કચ્છ ક્રાફટ કસબના સીઈઓ પુનિત સોની કહે છે કે, અમારી સંસ્થાની મુખ્ય માલિકો જ ભરતકામ કરતી બહેનો છે. 1500 બહેનો અે 65 ગામોમાં અમારુ કામ ચાલે છે. વારસગત આવડતને અમે આજના આધુનિક સમયની માંગ મુજબ ક્રાફટ તૈયાર કરીને બજારને આપીએ છીએ અને બજાર મહિલાઓ માટે સન્માન સાથેની રોજગારીનું સાધન બની ગયું છે. વારસો સચવાયેલો રહે છે બહેનો ઘર બેઠે તેેમની આવડતથી રોજગાર મળે છે અને બજારને જોઈતું ભાવતું કચ્છનું પ્રખ્યાત ભરતકામ મળે છે.
શ્રૃજન સંસ્થામાં કામ કરતી કાજલ મ્યાત્રા જણાવ્યું હતું કે, દાદી અને મમી પાસેથી આ કામ શિખ્યું છે તેઆજે મારી રોજગારી છે. ખેતીવાડી કરવા સાથે જે કલર સામે આવે છે તેની આસપાસમાં ગુંથીને એવી ભારતના ભરતકામ કપડા પર ઉતારીએ છીએ. લગ્નોમાં કલરફુલ પહેરવેશ.વરરાજાનો શણગાર, ગાડાનો શણગાર બાળકોના રમકડાં ઘર શણગાર વગેરે બનાવીએ છીએ. ભરતકામ સમય અને ધગશ માંગી લેતું કામ છે. પણ રોજગારી મળે છે તેનો આનંદ છે. કચ્છમાં આ કળા કારીગીરી હવે વૈશ્ર્વિક ઓળખ મેળવી ચુકી છે. અનેક કારગીરો રાષ્ટ્રીય આંતરારાષ્ટ્રીય સન્માન મેળવી ચુકયા છે.