ETV Bharat / state

કોસ્ટ ગાર્ડ અને પોલીસની મદદથી કચ્છની 320 બોટ પરત બોલાવાઈ, 80 બોટ હજુ પણ દરિયામાં

કચ્છઃ મહા વાવાઝોડું ગુજરાતના 6, 7 તારીખે ત્રાટકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ આપાતકાલિન પરિસ્થિતીને પહોંચી વળવા કચ્છનું તંત્ર સતર્ક છે. ખાસ કરીને કચ્છના જખૌ મત્સ્ય બંદરની દરિયામાં રહેલી બોટ બંદર પર પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 400 બોટ દરિયામાં હતી. જેમાંથી હવે માત્ર 80 બોટ દરિયામાં છે, બાકીની બોટ પરત બોલાવામાં હતી. જેને જખૌ બંદર સહિત સલામત સ્થળે ખસેડાઈ હતી.

with the help of the coast guard and police 320 were recalled from kutch
author img

By

Published : Nov 5, 2019, 2:52 PM IST

મહા વાવાઝોડુંનું સંકટ સામે દેખાઈ રહ્યું છે. આવા સમયે માછીમારોની બોટ દરિયામાં હોય તે બાબત અતિ ગંભીર છે. કચ્છના દરિયામાં માછીમારી માટે ગયેલી બોટમાંથી 400 બોટ પરત આવી નહોતી. પરંતું જવાબદારોએ પહેલા માત્ર જાણકારી આપીને જ કામ કર્યાનો સંતોષ માન્યો હતો. આ બાબત મીડિયામાં ઉજાગર થયા પછી જવાબદારો સતર્ક થયા હતા. કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની મદદથી વહીવટીતંત્રે જખૌ બંદરની તમામ બોટ પરત લાવવા કાર્યવાહી હાથ ધરી હતી.

કોસ્ટ ગાર્ડ અને પોલીસની મદદથી કચ્છની 320 બોટ પરત બોલાવાઈ, 80 બોટ હજુ પણ દરિયામાં
ગુજરાતના અન્ય બંદરોથી પણ કચ્છના જખૌ બંદરે માછીમારો આવે છે. ત્યારે 854થી વધુ બોટ દરિયામાં માછીમારી માટે ગઈ હતી, જે પૈકી મોટાભાગની બોટ બંદર પર પરત ફરી હતી. પરંતુ હવામાન ખાતાની સૂચના પછી હજુ પણ ઘણી બોટ બંદરો પર પરત ફરી નહોતી.

જખૌ અને કંડલાની 150 બોટ્સ હજુ પણ દરિયામાં હતી. જો કે કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ દરિયામાં છે અને મંગળવાર સાંજ સુધી બોટ પરત લાવે તેવી શક્યતા છે. જોકે કેટલીક બોટ જખૌ સિવાયના અન્ય બંદરો પર ગઇ હોય તેવી પણ શક્યતા છે. તમામ બોટ વાવાઝોડાની અસર પહેલા પરત ફરે તેવા પ્રયત્નો વહીવટી તંત્રે શરૂ કર્યા છે. તંત્રના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે ચાર વાગ્યા સુધી 80 બોટ દરિયામાં હતી. જેનો સંપર્ક કરી પરત લાવવાની કાર્યવાહી ચાલુ છે. નોંધનીય છે કે સંપર્ક ન થઈ શકવાને કારણે 40 જેટલી બોટ કરંટ ધરાવતા દરિયામાં રહી ગઈ છે. હાલ તંત્રે માછીમારીના ટોકન સ્થગિત કરી દીધા છે, ઉપરાંત કચ્છ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સતર્ક છે.

Intro:નોંધ ગઈકાલે મોકલેલી જખો પોટ ની સ્ટોરી ફાઇલ વિઝ્યુઅલ ઉપયોગમાં લેવા વિનંતી છે આગામી મહા વાવાઝોડું 6 7 તારીખે ગુજરાત ટકરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વચ્ચે કચ્છમાં તંત્ર સતર્ક છે ખાસ કરીને કચ્છના જખો મત્સ્ય બંદરની દરિયામાં રહેલી બોટ બંદરે લઇ આવવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે રહી રહીને જાગેલા જવાબદારોને કામગીરી આદરી દેતા 400 બોટ દરિયામાં રહી ગઈ હતી તેમાંથી હવે માત્ર 80 બોટ દરિયામાં છે અને તેને પણ ઝાંખો સહિતના સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે

Body:મળતી વિગતો મુજબ કચ્છના દરિયામાં માછીમારી માટે ગયેલી બોટમાં થી ૪૦૦ જેટલી બોટ પરત આવી નહોતી મહા વાવાઝોડું સંકટ સામે દેખાઈ રહ્યું હોય અને માછીમારોની બોટ દરિયામાં હોય તે બાબત અતિ ગંભીર છે પણ જવાબદારોએ પહેલા જાણકારી આપીને કામ કર્યાનો સંતોષ માન્યો હતો જોકે આ બાબત મીડિયામાં ઉજાગર થાય પછી જવાબદારો જગ્યા હતા અને કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની મદદથી વહીવટીતંત્રે જખો બંદર પર તમામ બોટ લાવવા પ્રયત્નો કર્યા છે

ગુજરાત ના બંદરો પરથી કચ્છના જખોબંદર માછીમારો અહીં આવે છે ત્યારે 854 થી વધુ બોટો દરિયા માં ગઈ હતી જે પૈકી મોટાભાગની બોટો બંદરો પર પરત ફરી છે પરંતુ મત્સ્ય ઉદ્યોગ ની સૂચના પછી પણ હજુ ઘણી બોટો બંદરો પર પરત ફરી નથી ત્યારે જખો અને કંડલાની 150 બોટ હજુ પણ દરિયામાં છે જો કે કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ દરિયામાં છે અને આજે સાંજ સુધી બોટો પરત આવે તેવી શક્યતા છે જોકે કેટલીક બોટાદ જખો સિવાયના બંદરો પર ગઇ હોવાની શક્યતા વચ્ચે તમામ વાવાઝોડાની અસર પહેલા પરત ફરે તેવા પ્રયત્નો વહીવટી તંત્રે શરૂ કર્યા છે તંત્રના જણાવ્યા પ્રમાણે સોમવારે સાંજે ચાર વાગ્યા સુધી એસી બોટ દરિયામાં છે જેનો પણ સંપર્ક કરીને પરત લાવવામાં આવી રહી છે નોંધનીય છે કે સંપર્ક ન થઈ શકવાના ના કારણે કરંટ ધરાવતા દરિયામાં ચાલીસ બોટ અંદર જ હતી જોકે હવે તંત્રે માછીમારીના ટોકન સ્થગિત કરી દીધા છે ઉપરાંત કચ્છ જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક છે

બાઈટ ...01...જે.એલ.ગોહેલ
મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામક કચ્છ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.