નલિયા રાજયનું સૌથી ઠંડુ મથક
કચ્છમાં ઠંડીથી જનજીવનને માઠી અસર
હજુ પણ આગામી દિવસોમાં કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાગમાંથી મળતી સતાવાર વિગતો મુજબ નલિયા ખાતે સાત ડિગ્રી ઠંડી નોંધાતાં સતત ઠંડું મથક બની રહ્યું હતું. કંડલા એરપોર્ટમાં 10.6, ભુજમાં 12.7 અને કંડલા પોર્ટમાં 12.6, ઉપરાંત ખાનગી રાહે તાપમાન નોંધાય છે.ખાવડામાં 10 અને રાપરમાં 11 ડિગ્રી તાપમાને આંશિક રાહત વચ્ચે ઠંડીની ચમક જળવાયેલી રહી હતી.
આગામી દિવસોમાં ફરી વળશે શિતલહેર
હવામાન વિભાગે જારી કરેલા 5 દિવસમાં હજી એક દિવસ નલિયામાં કોલ્ડવેવ રહ્યા બાદ બે ત્રણ દિવસની રાહત પશ્ચાત ફરી રવિવાર સુધીમાં કચ્છ ઉપરાંત સુરેન્દ્રનગર,બનાસકાંઠામાં શીતલહેરની ચેતવણી આપવામાં આવી છે. લઘુતમ પારામાં ઉતાર-ચડાવનો દોર જારી રહેવાનીય આગાહી કરાઇ છે.
સૌથી વધુ અસર શ્રમિકો- પશુપંખીઓને પડી છે
શિયાળાની આ પકડને પગલે જનજીવને અસર પહોંચી છે ખાસ કરીને ઉપર આકાશ અને નીચે ધરતી સાથે રહેચા શ્રમિક પરીવારોને ભારે ઠંડીનો સામનો કરવો પડી રહયો છે.પંશુ પંખીઓ પણ કાતિલ ઠંડીને પગલે માઠી અસર પડી રહી છે.
આ પણ વાંચો :