- દુધ સપૂર્ણ આહાર નથી
- પશુઓના દુધ તેમના બચ્ચાઓને પીવા દો
- ભારતના અર્થતંત્રમાં ડેરી ઉદ્યોગમો મહત્વનો ફાળો
કચ્છ :પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ (PETA) એક અમેરિકન NGO છે અને ભારતમાં કામકાજ કરે છે. હાલમાં PETA india દ્વારા દૂધ એ સંપૂર્ણ આહાર નથી તથા ગાયો-ભેંસોનું દૂધ આરોગ્ય માટે હાનિકારક છે, ડેરી ફાર્મિંગ પશુઓ માટે સારું નથી અને ડેરી ફાર્મિંગથી પશુઓ ક્રૂરતાનો ભોગ બને છે એવા આક્ષેપો ભારતના ડેરી ઉદ્યોગ પર કરવામાં આવ્યા હતા.
ડેરીનું દુધ નથી સારુ
આ ઉપરાંત PETAનું કહેવું છે કે પ્લાન્ટમાં બનતું દૂધ ડેરીના દૂધથી સારું છે તથા ગાયો-ભેંસોને દોહવાનું બંધ કરી દેવું જોઈએ અને તેમનું દૂધ એમનાં બચ્ચાંને પીવા દો.આ ઉપરાંત PETAનું કહેવું છે કે પશુપાલકો દૂધાળાં પશુઓને દોવે એ ક્રૂરતા છે આવા આક્ષેપો દ્વારા PETA ભારતના 10 કરોડ પશુપાલકોને રસ્તા પર લાવવા માગે છે.
આ પણ વાંચો : આજે 'નેશનલ મીલ્ક ડે' જાણો કોની યાદમાં ઉજવાય છે આ મહત્વપૂર્ણ દિવસ
VEGAN MILK બનાવો: PETA
PETA એ અમુલ ડેરીના દૂધને બંધ કરી દે તેવું કહ્યું છે અને અમૂલ VEGAN MILK બનાવીને વેચે કે પછી વનસ્પતિમાંથી દૂધ બનાવે તથા સોયા, કાજુ,બદામ અને નારિયેળમાંથી દૂધ બનાવાનુંકહી PETA ફેક્ટરીમાં કેમિકલ અને સિન્થેટિક વિટામિનમાંથી બનતા દૂધને પ્રોત્સાહન આપવા માગે છે.
ભારતના GDPમાં ડેરી ક્ષેત્રનો મહત્વનો ફાળો
ભારતના જીડીપીમાં ડેરી ક્ષેત્રનો મહત્વનો ફાળો છે પરંતુ આ એનજીઓ જેવા તકવાદી તત્વો દ્વારા ફેલાયેલી ખોટી માહિતીથી જીડીપી પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. આ પ્રકારની સંસ્થાઓ ભારતના દૂધ ઉત્પાદકોને બેરોજગાર કરવા માટેના ષડયંત્રનો એક ભાગ છે.
આ પણ વાંચો : રાજકોટમાં અમુલ પાર્લરમાં ડૂપ્લીકેટ ઘીના વેચાણનો પર્દાફાશ, 7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
પ્રતિબંધની માગ
આવી સંસ્થાઓ ભારતમાં તેમની પ્રવૃત્તિઓ બંધ કરે તે માટે, ગુજરાતના દૂધ ઉત્પાદકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરે છે કે આવી ખોટી માહિતી દ્વારા ડેરી ઉદ્યોગને કલંકિત કરવાની પ્રવૃત્તિ કરી રહેલા સંગઠનો પર પ્રતિબંધ લગાવવામાં આવે અને તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.