કચ્છ : કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે. કચ્છ જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. જેમ માનવીને વિવિધ જાતના રોગો થતા હોય છે તેવી જ રીતે માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી ગાયોમાં લમ્પી સ્કિન ડિસીઝ (Disease in Cows in Kutch) નામનો રોગ ફેલાયો છે. તેને કારણે ગાયોને શરીર પર ફોલ્લા થવા ઉપરાંત તાવ પણ આવે છે, તો ખેડૂતોનું કહેવું છે કે 400થી 500 ગાયોના મોત પણ થયા છે.
વિચિત્ર બીમારી - સરહદી જિલ્લા કચ્છમાં વર્ષોથી પશુપાલન સાથે સંકળાયેલા માલધારીઓ પાસે 2500થી 3000 જેટલી ગાયો છે. હાલમાં અહીંયા ગાયોમાં એક વિચિત્ર બીમારી જોવા મળી રહી છે. આ બીમારીમાં ગાયોને પૂરા શરીર પર ઠેર ઠેર ફોલા થઈ આવે છે. તો સાથે જ માલધારીઓનું કહેવું છે કે, ગાયોના પગમાં સોજા પણ જોવા મળે છે. પશુઓમાં થતા આ પ્રકારના રોગને લમ્પી સ્કિન (Lumpy Skin Disease) ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે.
લમ્પી સ્કીન રોગ શું છે - ગાય- ભેંસમાં જોવા મળતો વિષાણુંજન્ય રોગ છે. આ રોગની શરૂઆત આફ્રિકા દેશથી થયેલ. હાલ અનેક દેશોમાં પ્રસરેલ છે. ભારતની આસપાસના લગભગ તમામ દેશોમાં જોવા મળે છે. આપણા દેશમાં આ રોગની શરૂઆત કેરાલાથી થયેલ. હાલ અનેક રાજ્યમાં આ રોગ જોવા મળેલ છે.લમ્પી સ્કિન ડિસીઝ ગાયોમાં ફેલાયા બાદ ગામની અનેક ગાયોના મૃત્યુ પણ થયા છે. જે કારણે વિસ્તારના માલધારીઓ અને ખેડૂતોમાં પોતાની ગાયોને લઈને ચિંતા વધી છે. હાલમાં ઘાસચારા અને પાણીની સમસ્યા પણ વિકટ છે, ત્યારે ગાયોમાં ફેલાયેલી આ બીમારીના કારણે માલધારીઓ અને (Disease Spreads in Cows) ખેડૂતોમાં આર્થિક નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે.
ગાયોનું પુરુ શરીર હલબલી જાય છે - માંડવીના બિદડામાં મોટેભાગે લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. બીદડા ગામમાં ગાયોની સંખ્યા ખૂબ વિશાળ છે અને હાલમાં આ ગાયોમાં લમ્પી સ્કિન ડિસીઝ નામની બીમારી ફેલાઈ છે. જેના કારણે આ (Spreading Lumpy Disease in Cows) વિસ્તારની હજારો ગાયો પર જોખમ ઊભું થયું છે. તો ગાયોમાં આ બીમારી ફેલાયા બાદ અનેક ગાયોના મૃત્યુ થયા હોવાનું પણ ખેડૂતો, માલધારીઓ જણાવી રહ્યા છે,. જેથી વિસ્તારના માલધારીઓમાં ભય ફેલાયો છે.
ગાયોમાં આ રોગ વધતો જઈ રહ્યો - માંડવી તાલુકાના બિદડા ગામના ખેડૂત મોહન રામાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી ગાયોમાં આ રોગ જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે ગામની ગાયોમાં આ રોગ વધતો જઈ રહ્યો છે. ગાયના શરીર પર મોટા મોટા ફોલ્લાઓ જોવા મળી રહ્યા છે. હવામાં પ્રસરતો રોગ છે એટલે દિવસેને દિવસે તેનો ફેલાવો વધી રહ્યો છે. સરકારે આ રોગ માટે જે યોગ્ય પગલાં લેવા જોઈએ તે લેવામાં નથી આવી રહ્યા. ડોકટરો કહે છે કે અમે રસી આપીએ છીએ પરંતુ તે રસી નથી! રસી હોય તો તેની અસર બતાવે પરંતુ, કોઈ પણ જાતની અસર હોવા મળતી નથી.
![લમ્પી સ્કિન રોગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15716632_kutch2.jpg)
આ પણ વાંચો : દ્વારકામાં ફેલાઈ રહ્યો છે પશુઓમાં આ રોગ, શું છે રોગ અને કઈ રીતે આ રોગને ફેલાતો અટકાવ્યો?
"400થી 500 ગાયો મૃત્યુ પામી" - વધુમાં જણાવ્યું હતું કે, ગાયએ આપણી માતા છે. સવારના ઉઠીને આપણે દૂધ પીએ છીએ તો એ દૂધ આપણને ગાય આપે છે. તો ગાયોને બચાવવા જે કરવું જોઈએ તે સરકારે કરી બતાવવું જોઈએ. જો એક તાલુકાની અંદર 400થી 500 ગાયો મૃત્યુ પામતી હોય તો પછી ગાયોની સંખ્યામાં (Prevent Lumpy skin disease) ઘટાડો થશે. તેમજ ખેડૂતો અને માલધારીઓને આર્થિક નુકસાની થશે. આ મૃત્યુ પામેલી ગાયોનો જ્યાં નિકાલ કરવામાં આવે છે તેની આસપાસનો વિસ્તારમાં ખૂબ દુર્ગંધ ફેલાય છે. જેથી લોકોનું રહેવું પણ મુશ્કેલી બની રહ્યું છે. માટે સરકારે તાત્કાલિક જાગે અને કોઈ ચોક્કસ પગલાં લે.
કેવી રીતે રોગ થાય - જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ. હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, આ રોગ પહેલા પશુને 8થી 10 દિવસ તાવ આવે છે અને ત્યારબાદ પશુના શરીર પર (Lumpy capripox virus) ગાંઠો નીકળે છે. અમુક સમય બાદ આ ગાંઠો કા તો બેસી જાય છે, કા તો ફૂટે છે. અમુક કેસોમાં જ્યાં શ્વસન તંત્રમાં ગાંઠો હોય તો પશુઓને વધારે જોખમ રહેતું હોય છે. આ રોગ વાયરસથી થતો રોગ છે અને કેપ્રીપોક્સ નામના વાયરસથી થતો રોગ છે.
![કેવી લમ્પી રોગ થાય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15716632_kutch1.jpg)
આ પણ વાંચો : ચેતવણીઃ ગુજરાતની ગાયોમાં મોટા રોગના ભણકારા, થાય છે માત્ર સાત દિવસમાં મોત
રોગ સમયે શું કરવું - નિયામક ડૉ. વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પશુને આ રોગ થયો હોય ત્યારે પશુને સીમાડામાં ચરવા માટે ના મોકલવું જોઈએ. સીમાડા સુધી જવામાં પશુને વધારે તકલીફ પડે છે અને રોગનું પ્રમાણ વધે છે. જો પશુઓમાં આ રોગ જોવા મળે તો પશુઓને ચરિયાણ કરવા ના મોકલવું જેથી કરીને અન્ય પશુઓને તે ના મળે અને અન્ય પશુઓમાં આ રોગ ના ફેલાય. આ રોગ માટે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી છે અને પશુપાલનની ટીમ દ્વારા સારવાર અને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. પશુઓના લોહીના સેમ્પલ લઈને તેને પરીક્ષણ માટે મોકલવામાં પણ આવી રહ્યા છે. તદઉપરાંત ગાયોને એન્ટિબાયોટિક દવાઓ તેમજ વિટામિનની દવાઓ પણ (lumpy skin disease Treatment) અપાઈ રહી છે. જેથી રિકવરી ઝડપી બને અને આ રોગના પશુઓને આરામ આપવો ખૂબ જરૂરી બને છે.
રોગનું નિદાન - પ્રાથમિક નિદાન પશુપાલકને પોતાના પશુને લમ્પી સ્કીન રોગ હોવાની શંકા હોય ત્યારે પશુચિકિત્સક પાસે નિદાન કરાવવું જોઇએ. રોગના જંતુ (વિષાણું) બીમાર પશુની ચામડી પરની ગાંઠ તેમજ ભીગડા અને ગાંઠમાંથી નીકળતા ખરાબામાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. રોગના જંતુ રોગ લાગુ પડ્યા પછી લોહીમાં 21 દિવસ સુધી જોવા મળે છે. જ્યારે ધણખૂટના બીજમાં લગભગ 42 દિવસ સુધી હોય છે. લેબોલેટરી તપાસ માટે ગાઠનો અમુક ભાગ તેમજ લોહી જંતુની તપાસ અને રોગની ખરાઇ કરવા મોકલવાના રહે છે.