કચ્છ: નવા વર્ષના આગમન સાથે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં (Weather In Gujarat) વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો છે.આજે મંગળવારે તમામ જિલ્લાઓમાં સવારથી સૂર્યની હાજરી સાથે ઠંડીમાં ઘટાડો નોંધાતા માર્ગો પર લોકોની અવરજવર વધુ દેખાઈ હતી. સમગ્ર રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં ઠંડીનો પારો ઉંચકાયેલો રહ્યો હતો.
કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠાની આગાહી
આગામી ત્રણેક દિવસ સુધી કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં 4થી 5 દિવસ દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પડવાની સંભાવના
હવામાન વિભાગ દ્વારા આગામી 5મી જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પડવાની સંભાવનાઓ છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો
હજુ થોડા દિવસ પહેલા જ હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું
આગામી દિવસોમાં કમોસમી વરસાદ થશે તો તાપમાન હજુ નીચું જશે તેમ ઠંડીની પક્કડ ફરી મજબુત બનશે તેવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રી)
ક્રમ | મહાનગરો | તાપમાન |
1 | અમદાવાદ | 17.8 |
2 | ગાંધીનગર | 16.3 |
3 | રાજકોટ | 17.8 |
4 | સુરત | 20.0 |
5 | ભાવનગર | 17.0 |
6 | જૂનાગઢ | 18.0 |
7 | બરોડા | 16.8 |
8 | નલિયા | 15.5 |
9 | ભુજ | 16.8 |
10 | કંડલા | 17 |
આ પણ વાંચો:
Unseasonal rain in Gujarat : ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને પડી શકે છે માર