ETV Bharat / state

Water shortage in Kutch: કચ્છના જળાશયોમાં નીર પહોંચ્યા તળિયે, પાણીની તંગી સર્જાવાની ભીતિ - કાલા ઘોઘા ડેમ મુન્દ્રા

કચ્છ જિલ્લામાં આવેલા ડેમોમાં પાણી તળિયે (Water shortage in Kutch) પહોંચ્યા છે. કચ્છમાં જળાશયોમાં હવે માત્ર 24.47 ટકા પાણી રહ્યું છે. આગામી સમયમાં પાણીની તંગીને લઇ વાંચો અહેવાલ.

Water shortage in Kutch: કચ્છના જળાશયોમાં નીર પહોંચ્યા તળિયે, પાણીની તંગી સર્જાય તેવી ભીતિ

author img

By

Published : Feb 22, 2022, 4:17 PM IST

કચ્છ સિંચાઈ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમો (Water shortage in Kutch) પૈકી ટપ્પર ડેમ છે તે ગેટેડ સ્કીમ છે અને તે પાણી પુરવઠા (kutch water supply) હસ્તકનો છે. જ્યારે બાકીના 19 ડેમો અનગેટેડ સ્કીમ છે. હાલ મધ્યમ સિંચાઇ યોજના અંતર્ગતના ડેમમાં પાણીની પરિસ્થતિની વાત કરવામાં આવે તો હાલ કચ્છના ડેમોમાં 24.47 ટકા જેટલું પાણી ઉપલબ્ધ છે. જ્યારે કે નાના સિંચાઇના ડેમોમાં 14.50 ટકા જ પાણી ઉપલબ્ધ છે.

નાના સિંચાઇના ડેમોમાં 14.50 ટકા જ પાણી ઉપલબ્ધ છે.

નાની સિંચાઇના જળાશયોમાં 37.95 MCFT પાણી બચ્યુ

નાની સિંચાઈ યોજના હેઠળના ડેમોમાં કુલ જળસંગ્રહ શક્તિ (Total water storage capacity of kutch dams) અને ઉપલબ્ધ પાણીના જથ્થાનો પત્રક રજૂ કર્યો હતો, જેમાં ભુજ તાલુકાના 35, અંજાર તાલુકાના 12, માંડવી તાલુકાના 21, મુન્દ્રા તાલુકાના 11, નખત્રાણા તાલુકાના 16, લખપત તાલુકાના 17, અબડાસા તાલુકાના 24, રાપર તાલુકાના 16, ભચાઉ તાલુકાના 18 મળીને કુલ 170 ડેમોની સ્થિતિ બતાવાઈ છે. જે 261.77 MCFT જીવંત સંગ્રહ શક્તિવાળા ડેમમાં માત્ર 37.95 MCFT પાણી બચ્યું છે. એટલે કે, 74,12,500,932.39 લિટર જીવંત સંગ્રહ શક્તિવાળા ડેમમાંથી માત્ર 10,74,624,328.17 લિટર પાણી બાકી રહ્યું છે.

આ પણ વાંચો: Deworming Week 2022 In Kutch : બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘટાડતા રોગને જાણો અને સમયસર સારવાર કરાવો

કચ્છના જુદા જુદા તાલુકામાં 20 મધ્યમ સિંચાઇના ડેમો

કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 1, લખપત તાલુકામાં 4, રાપર તાલુકામાં 2, ભુજ તાલુકામાં 3, અબડાસા તાલુકામાં 4, નખત્રાણા તાલુકામાં 3, મુંદ્રા તાલુકામાં 2 અને માંડવી તાલુકામાં 1 મળીને કુલ 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમ આવેલા છે. હાલ કચ્છના 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમ (medium irrigation scheme dam in kutch)માં વર્તમાન સપાટીનું લેવલ કુલ 971.29 મીટર છે, જેમાંથી આલેખન કરેલ કુલ સંગ્રહ 332.27 મિલિયન ક્યુબિક મીટર છે. એટલે કે 11,724 કયુબિક ફૂટ અને વર્તમાનમાં કુલ 81.296 મિલિયન ક્યુબિક મીટરનો સંગ્રહ છે.

આ પણ વાંચો: Accidental Death in Morbi 2022 : મુંબઈથી કચ્છ જતાં પટેલ પરિવારને નડ્યો અકસ્માત, 3નાં મોત

કાળાઘોઘામાં 89.44 ટકા તો કાસવતી ડેમમાં માત્ર 3.17 ટકા જળસંગ્રહ

સૌથી વધુ મુન્દ્રા તાલુકાના અનગેટેડ ડેમ (Ungated dam mundra) કાળાઘોઘામાં જળાશય (kala ghogha dam Mundra)ની પૂર્ણ સપાટીએ 37.00 મીટર જેટલી છે, જેમાં હાલમાં 89.44 ટકા જળ સંગ્રહ છે. જ્યારે ભુજના કાસવતી ડેમમાં માત્ર 3.17 ટકા જળસંગ્રહ છે. પાણીની સંગ્રહ શક્તિ MCFTમાં મપાય છે. નાની સિંચાઈના ડેમોમાં પાણીની સંગ્રહશક્તિ MCFTમાં મપાય છે, જેને મિલિયન ક્યૂબિક ફિટ કહે છે. 1 મિલિયન ક્યૂબિક ફિટ એટલે 2 કરોડ 83 લાખ 16 હજાર 846.592 લિટર થાય.

કચ્છ જિલ્લામાં મોંઘેરા મેઘરાજા વરસે એ જરૂરી છે

જો હવે વરસાદ ન પડે તો કચ્છમાં પાણીની કટોકટી સર્જાઈ શકે તેવી સ્થિતિ છે. હાલમાં ઘણા ખેડૂતો પાણીના અભાવે ખેતી (Agriculture In Kutch)માં વાવેલા મોલને પાણી પણ આપી શકતા નથી. પશુપાલકોએ હિજરત શરૂ કરી દીધી છે એવા સમયે કચ્છ જિલ્લામાં મોંઘેરા મેઘરાજા વરસે એ જરૂરી છે. જો વરસાદ નહી પડે તો આ વખતે પાણીની ગંભીર કટોકટી સર્જાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.