કચ્છ વડાપ્રધાન આવતીકાલે કચ્છ જિલ્લાની મુલાકાત લેવાના છે (PM Narendra Modi Kutch visit). જેઓ જિલ્લામાં પ્રવેશ કરે તે પહેલા ભૂજના માધાપરમાં એક હિંસા ફાટી નિકળી છે (violence After kutch madhapar Rabari youth murder). આ હિંસાનું કારણ એ છે કે, થોડા સમય પહેલા માધાપરમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જેમાં રબારી પરેશ પર જૂની અદાવતના કારણે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યુવકના અંતિમ સંસ્કારથી પરત ફરતા રોષે ભરાયેલા ટોળાએ દુકાનો અને ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરી હતી (Violence after killing youth in Kutch Madhapar). ટૂંક સમયમાં જ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
માધાપરમાં યુવકની હત્યા કચ્છ પશ્ચિમ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે જણાવ્યું હતું કે, હાલમાં પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. યુવક પર પરસ્પર અદાવતના કારણે માર્કેટમાં હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યો હતો. લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. આ અંગે બંને જૂથ તરફથી સામસામી ફરિયાદ નોંધાવામાં આવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. માધાપર ગામ ભૂકંપ પીડિતોના સ્મારક 'સ્મૃતિ વન'થી માત્ર ચાર કિલોમીટરના અંતરે આવેલું છે. જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કરવા જઇ રહ્યા છે.
શખ્સની ધરપકડ હત્યાના ગુનામાં પોલીસે વોન્ટેડ એક શખ્સની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે કોમી તંગદિલી સર્જાઈ હતી. અપ્રિય ઘટનાને ટાળવા માટે આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. માધાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કરણ સિંહ વિહોલે કહ્યું કે, અમે શુક્રવારે સાંજે સુલેમાન સનાને પકડી લીધો હતો અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવશે. પોલીસ દ્વારા આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાથી પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે.
છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો બસ સ્ટેન્ડ નજીક આવેલી લોહાણા મહાજનવાડી પાસે 20 વર્ષિય યુવકની અન્ય એક યુવકે સરાજાહેર હત્યા કરી નાખી હતી. મૃતક યુવક પરેશ રાણાભાઈ રબારી માધાપર યક્ષ મંદિર નજીક આવેલા મફતનગરમાં રહેતો હતો અને દૂધની ફેરી કરતો હતો. આરોપી માધાપર નવાવાસના કોટકનગરનો રહેવાશી છે. પરેશને તેને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોસ્ટમોર્ટમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો.
મિત્ર બન્યો દૂષમણ મૃતક યુવક અને આરોપી બંને મિત્રો હતા. કોઈક મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. મૃતકના મિત્રો અને પરિવારજનો ધરણા પર બેસી ગયા હતા. આરોપી ન પકડાય ત્યા સુધી મૃતદેહ સ્વિકારવવાની ના પાડી હતી. આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ વ્યકત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા આ બનાવ બનતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. યુવકની હત્યા બાદ રાત્રે લઘુમતી સમુદાયના ધર્મસ્થાન, દુકાન અને મકાનમાં તોડફોડ કરવાના બનાવ અંગે ટોળા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
દૂકાનોમાં તોડફોટ હત્યાના પગલે ભુજ તાલુકાના માધાપરમાં સોનાપુરી વિસ્તારમાં સમા મસ્જીદમાં અસામાજિક તત્ત્વો દ્વારા નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે. AIMIMના પ્રદેશ ઉપપ્રમુખ સકીલ સમા અને જિલ્લા પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રા ઘટના સ્થળે પહોચ્યા હતા. સ્થાનિક આગેવાનોને સાથે રાખીને પોલીસ દ્વારા ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.