ETV Bharat / state

RTOના અધિકારીઓ પર હપ્તા આક્ષેપોવાળો વિડિયો થયો વાયરલ, અધિકારીએ કર્યો ખુલાસો - Video of Transport Babal in Kutch

કચ્છમાં તાજેતરમાં અધિકારી અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ઉપપ્રમુખ ( Kutch Transport Association) વચ્ચેની હપ્તા ઉઘરાવવાના બાબતે વીડિયો વાયરલ થયો હતો. RTO દ્વારા ઝુંબેશ અંતર્ગત ગેરકાયદે ચાલતા વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તો RTO અધિકારી (Kutch RTO) કહ્યું કે, આ એક સ્પેશિયલ ચેકિંગ કરવામાં આવ્યું હતું કે અધિકારીઓ શું કરે છે.

RTOના અધિકારીઓ પર હપ્તા આક્ષેપો વાળો વિડિયો થયો વાયરલ, અધિકારીએ કર્યો ખુલાસો

author img

By

Published : Mar 16, 2022, 2:35 PM IST

Updated : Mar 16, 2022, 3:25 PM IST

કચ્છ : કચ્છના મુન્દ્રા ખાતે ગત શનિવારે RTO અધિકારી અને એક વ્યાવસાયિક સંગઠનના ઉપપ્રમુખ (Kutch Transport Association) વચ્ચે થયેલી બબાલનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી હતી. આ વીડિયોમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ઉપપ્રમુખ, RTO અધિકારી (Kutch RTO) અને તેના ઇન્સ્પેક્ટરને તમે હપ્તા લો છો તેવા આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે.

હપ્તા ઉઘરાવવાના બાબતે વીડિયો વાયરલ થયો હતો

RTO દ્વારા ઝુંબેશ અંતર્ગત કરવામાં આવી રહી છે કાર્યવાહી - નાણાકીય વર્ષ પૂર્ણતાના આરે આવે એટલે દંડાત્મક પ્રવુતિઓ ભાગરૂપે એક ઝુંબેશ (Campaign of Kutch RTO) અંતર્ગત શનિવારે કચ્છ RTO અધિકારી સી.ડી. પટેલ અન્ય આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે મુન્દ્રા પોર્ટ નજીક ટેકસ ન ભરેલા વાહનોને દંડ ફટકારતા હતા. ત્યારે જ એક ટ્રકને દંડ ફટકાર્યા બાદ મુન્દ્રા વ્યાવસાયિક એસોસિયેશનના ઉપપ્રમુખે તે ટ્રકને ડિટેન ન કરવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો : Mundra Port Drug Haul Case: 21 હજાર કરોડના ડ્રગ્સ મામલે NIAની ચાર્જશીટમાં થયાં ચોંકાવનારા ખુલાસા

"RTO મોટા ધંધાર્થીઓ પાસેથી હપ્તા લે છે" - પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નાના ધંધાર્થીઓની ગાડીઓને દંડ કરવામાં આવે છે. જ્યારે મોટા ઓવરલોડ વાહનો RTO મોટા ધંધાર્થીઓ પાસેથી હપ્તા લે છે. અધિકારીઓની સામેથી પસાર થતા હોય છે તો તેમને દંડ કરવામાં નથી આવી રહ્યું. પોર્ટ પરના CFSમાં અનેક જૂના નાગાલેન્ડ પાસિંગના વાહનો ચાલુ છે. જેમને ટેકસ નથી ભર્યો તેવા વાહનો પણ ચાલુ છે. વધુમાં જણાવ્યું હતું કે, અધિકારીઓને મુન્દ્રા પોર્ટ પર આવેલા CFS ખાતે લઇ ગયા હતા. અને ત્યાં અનેક વાહનો પર દંડ પણ કરાવ્યું હતું. આ થકી જ RTO દ્વારા બે દિવસોમાં એક કરોડથી વધારેની રકમના દંડ ફટકાર્યા છે.

RTO રોડ ટેકસ ન ભરેલા વાહનોને કરી રહી છે દંડ - આસિસ્ટન્ટ RTO નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, ટેક્સ વસૂલાત માટે ચાર ચેકપોસ્ટે ટીમ 24 કલાક કાર્યરત હોય છે. ઓવરલોડ વાહનો પણ પસાર થતા હોય છે. ત્યારે જેને રોડ ટેક્સ (Gujarat Road Tax) વાહનોનો નથી ભર્યો તેને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. અને વાહનો ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. હાલમાં RTOના 300 કરોડના ટાર્ગેટ સામે 242 કરોડની આવક થઈ ચૂકી છે.

આ પણ વાંચો : Kutch Mundra Port: અદાણી મુન્દ્રા પોર્ટે ભારત માટેના સૌથી વિશાળ કન્ટેનર જહાજનું સંચાલન કર્યું

44 જેટલા વાહનો ડિટેઇન કરાયા - આ ઉપરાંત વાઈરલ વિડિયો અંગે માહિતી આપતા RTOના અધિકારીઓને જણાવ્યું હતું કે, મુન્દ્રા અદાણી પોર્ટ (Mundra Adani Port) પર ના CFSના વિસ્તારમાં જે વાહનો ટેકસ ભર્યા વિના ફરી રહ્યા છે. ત્યારે RTO અધિકારીઓ દ્વારા કોર્ટની પરવાનગી સાથે અંદર તપાસણી કરવામાં આવી હતી. અંદર ઘણા બધા વાહનો કે જેને ટેક્સ નથી ભર્યા તેવા વાહનોને દંડ કરવામાં આવ્યા હતા. જે મારફતે સરકારને મોટી આવક પ્રાપ્ત થઇ છે. બે દિવસના સમયગાળામાં 44 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

સરકારી કામમાં દખલગીરી - "વાયરલ વિડીયોને (Video of Kutch Transport Association) લઈને આરોપોની વાત કરવામાં આવી રહી છે. તો આ એક સ્પેશિયલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ સમય અમુક શખ્સો દ્વારા રેકી કરવામાં આવતી હોય છે. અધિકારીઓ કઈ રીતે કામ કરે છે, અને કઈ કઈ જગ્યાએ જાય છે. આ એસોસિએશનના જે વ્યક્તિ વાત કરે છે. તેમના પણ ટ્રાન્સપોર્ટમાં 200થી 300 જેટલી ટ્રકો ચાલે છે. તેમના જ વાહનો અધિકારીઓ પકડી રહ્યા છે. અદાણી પોર્ટ પર આ વ્યક્તિ દ્વારા જ અનેક વાહનો પકડાવવામાં મદદ કરવામાં આવ્યા હતા."

Last Updated : Mar 16, 2022, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.