કચ્છ : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ભુજ એરફોર્સ ખાતે આવ્યા બાદ તેઓ ખાસ હેલીકોપ્ટર મારફતે ધોરડો ખાતે પહોંચ્યા હતા. જ્યાં ધોરડો હેલિપેડ ખાતે ઉપરાષ્ટ્રપતિ તેમજ લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુદેશ ધનખડનું રાજ્ય સરકાર વતી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કચ્છી શાલ ઓઢાડી પરંપરા મુજબ ભાવભર્યું સ્વાગત કરાયું હતું.

ઉપરાષ્ટ્રપતિ લેડી વાઈસ પ્રેસિડેન્ટ સાથે કચ્છની મુલાકાતે : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુદેશ ધનખડ પણ કચ્છના પ્રવાસે પધાર્યા છે. મહાનુભાવોનું પ્રોટોકોલ પ્રધાન જગદીશ વિશ્વકર્માએ સ્વાગત કર્યું હતું તો કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા, ગ્રુપ કેપ્ટન એરફોર્સ સ્ટેશન એસ.કે. સિંઘ, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા અને અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે : ઉપરાષ્ટ્રપતિ આજે ધોરડો સફેદ રણની મુલાકાત લઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે અને આવતીકાલે એટલે કે 19 ફેબ્રુઆરી રવિવારેના રોજ તેઓ વૈશ્વિક ધરોહર હડપ્પપન સાઈટ ધોળાવીરાની મુલાકાત લેશે.

આ પણ વાંચો : Mahashivratri 2023: સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, 42 કલાક સુધી મંદિર રહેશે ખુલ્લું
BSF બટાલિયન 3 દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું : ધોરડો ખાતે રાજ્યના સહકાર અને પ્રોટોકોલ પ્રધાન જગદીશ વિશ્વકર્મા, ભુજ મતવિસ્તાર ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગુજરાત ટુરિઝમ સેક્રેટરી હારિત શુક્લા, જિલ્લા સમાહર્તા દિલીપ રાણા, ટી.સી.જી.એલ. ના એમ.ડી. આલોક પાંડે, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પ્રોબેશનલ IAS સુનીલ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જી.કે. રાઠોડ, ધોરડો સરપંચ મિયાં હુસેન સહિતના અગ્રણીઓએ ઉપરાષ્ટ્રપતિને ધોરડો ખાતે મીઠો આવકાર આપ્યો હતો. ધોરડો ખાતે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ટેન્ટ સિટી ખાતે BSF બટાલિયન 3 દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Mahashivratri 2023: ભાંગ, ભસ્મ અને ભક્તિનો દિવસ એટલે શિવરાત, ભક્તોએ માણી ભાંગની મોજ