કચ્છઃ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી એક પણ શંકાસ્પદ દર્દી નોંધાયો નથી. આ વચ્ચે પોલીસે ડ્રોન વડે લોકડાઉનની કડક અમલીકરણની કામગીરી જારી રાખી છે. આ વચ્ચે રાજયપ્રધાન વાસણભાઈ આહીરે કચ્છના અબડાસા અને લખપત તાલુકાના વિવિધ જગ્યાનો પ્રવાસ કરીને જાત માહિતી મેળવી હતી.
કોરોના વાઈરસ કોવીડ-19ના પગલે કચ્છ જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સ્થળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. કુલ 669 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 34170 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.
પોલીસ વિભાગે કોરોના ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020 હેઠળ ધારા 188ના ભંગ બદલ કુલ 30 વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે. અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં 97.53 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.